Only Gujarat

FEATURED National

નર્સોએ આ રીતે ઉતાર્તું ડોક્ટરનાં માથે ચડેલું ‘આશિકી’નું ભૂત, કેબિનમાં લઈ જઈ તેને…..

પંચકુલાની એક હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આઈસોલેશન વોર્ડમાં એક નર્સની છેડતી કરવામાં આવી છે. આ મામલામાં આરોપી ડોક્ટરની જોરદાર ધોલાઈ કરવામાં આવી હતી.

મામલો શનિવાર રાતનો છે,કોરોના દર્દીઓ માટે બનાવવામાં આવેલાં આઈસોલેશન વોર્ડમાં એક નર્સની ડ્યૂટી હતી. આ દરમ્યાન મનોરોગ ડોક્ટર રાઉન્ડ પર આવ્યા હતા. અને નર્સને એકલી જોઈને તેની છેડતી કરવાનું ચાલુ કર્યુ હતુ.

નર્સનું કહેવું છેકે, ડોક્ટર નશામાં ધૂત હતો. નર્સે જણાવ્યુકે, જ્યારે ડોક્ટર છેડતી કરી રહ્યો હતો, ત્યારે વોર્ડમાં એક પણ દર્દી ન હતો. નર્સે તેની સુચનાં હોસ્પિટલનાં મેનેજમેન્ટને કરી અને હોસ્પિટલનાં પીએમઓ અને આરએમઓ આવ્યા હતા.

પરંતુ ત્યાં સુધીમાં ડોક્ટર ત્યાંથી ફરાર થઈ ગો હતો. ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ ડોક્ટરનો રોક્યો હતો. પરંતુ તે ટિફિનને કારમાં રાખવાનું બહાનું બતાવીને ભાગી ગયો હતો.

મહિલા આયોગની ઉપાધ્યક્ષ પ્રીતિ ભારદ્વાડે સ્વાસ્થ્ય વિભાગની સીએમઓ અને પીએમઓને આયોગમાં હાજર રહેવું સમન્સ પાઠવ્યુ છે. પીએમઓને લખેલાં પત્રમાં નર્સોએ કહ્યું છે કે, ડોક્ટરની સામે કેસ દાખલ કરવામાં આવે.

તેના સિવાય તેઓએ હોસ્પિટલ ઉપર ડોક્ટરને બચાવવાનો આરોપ લગાવ્યો છે. પંચકૂલાનાં સેક્ટર-5 પોલીસ સ્ટેશનનાં એસએચ ઓ લલિત કુમારે જણાવ્યુ કે, નર્સોની ફરિયાદ પર આરોપી ડોક્ટરની વિરુદ્ધમાં કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ મમાલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page