Only Gujarat

International

લક્ષણ વગરની મહિલાએ કેવી રીતે 71 લોકોને કરી દીધા કોરોના સંક્રમિત, જાણીને ચોંકી જશો

એક લક્ષણ વગરની મહિલાએ 71 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધા હતા. મહિલાએ ઘણી સાવધાની રાખી તેમ છતાં પણ વાયરસ ફેલાઈ ગયો. ચીનનાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ આ ઘટનાને લઈને સ્ટડી કરી છે. ચીની CDCનું કહેવું છે કે મહિલાએ બધુ બરાબર કર્યું. મુસાફરીમાંથી પાછા ફર્યા બાદ મહિલા તેના એપાર્ટમેન્ટમાં ક્વોરેન્ટાઈન થઈ ગઈ હતી. ત્યારે તેનામાં કોઈ લક્ષણો ન હતા. એપાર્ટમેન્ટમાં જતાં મહિલા પણ લિફ્ટમાં એકલી હતી.

અધ્યયન મુજબ, મહિલા 19 માર્ચે અમેરિકાના પ્રવાસથી ચીનના હોંગકોંગમાં પોતાના ઘરે પરત આવી હતી. તે તપાસમાં કોરોના નેગેટિવ આવી હતી, તેમ છતાં તેણે પોતાને ઘરમાં બંધ કરી દીધી હતી.

જો કે, લિફ્ટમાં સવાર થયાના થોડા જ સમયમાં તેના પાડોશીએ તે જ લિફ્ટનો ઉપયોગ કર્યો આ પછી, પાડોશીની માતા અને બોયફ્રેન્ડ એક પાર્ટીમાં ગયા હતા. આ પછી 2 એપ્રિલે, તે પાર્ટીમાં સામેલ વ્યક્તિને સ્ટ્રોક થયો.

પાર્ટીમાં સામેલ લોકોનું કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કોઈ જોડાણ મળ્યું નથી. સંશોધનકારોએ પાછળથી તેમના નિષ્કર્ષમાં શોધી કાઢ્યું કે જે લિફ્ટમાં અમેરિકાથી પાછી ફરેલી મહિલા ગઈ હતી, તેજ લિફ્ટનો બાદમાં ઉપયોગ કરવાને કારણે પાડોશીઓ સંક્રમિત થયા છે.

બાદમાં, જ્યારે ગ્રુપનો એક સદસ્ય સ્ટ્રોકની સારવાર માટે હોસ્પિટલમાં ગયો, ત્યારે તેણે 28 લોકોને ચેપ લગાવ્યો. બાદમાં તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને 20 અન્ય લોકોને ચેપ લગાવ્યો. તેની સંભાળ લેનારા બંને પુત્રોને પણ ચેપ લાગ્યો હતો.

બાદમાં, જ્યારે તપાસકર્તાઓને જાણ થઈ કે એક મહિલા મુસાફરીથી પરત ફરી છે, ત્યારે તેણે ફરીથી તેનું પરીક્ષણ કર્યું. અમેરિકાથી પાછા ફરતી મહિલા જે અગાઉ નેગેટીવ આવી હતી, તે આ વખતે કોરોના વાયરસ એન્ટિબોડી પરીક્ષણમાં પોઝીટીવ જોવા મળી હતી. એટલે કે, તેને પહેલાથી જ કોરોના થઈ ચૂક્યો હતો.

સંશોધનકારોએ અભ્યાસના નિષ્કર્ષમાં લખ્યું છે કે અમારું માનવું છે કે લક્ષણો વગરની સ્ત્રી અને તેના પડોશીઓ લિફ્ટની સપાટીના સંપર્કમાં આવ્યા પછી પોઝીટીવ આવ્યા હતા.તે દર્શાવે છે કે કેવી રીતે લક્ષણો વગરના કોઈ દર્દીથી વાયરસ મોટા પાયે ફેલાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page