Only Gujarat

Bollywood FEATURED

રેખા સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ હતી? આ પહેલાં ક્યારેય આ રીતે જોવા નથી મળી

મુંબઈઃ દિગ્ગજ બોલિવૂડ એક્ટ્રેસ રેખા હાલમાં જ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શનમાં આવી હતી. બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખા ફરી એકવાર સજી-ધજીને કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે રેખા કોઈ પણ વેડિંગમાં જાય ત્યારે તે દુલ્હનની જેમ જ તૈયાર થાય છે અને હંમેશાં કાંજીવરમ સાડી પહેરે છે. અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનમાં પણ સેન્ટર ઓફ એટ્રેક્શન બની હતી. જોકે, આ વખતે રેખા એક ખાસ મહેમાન સાથે આવી હતી અને આ મહેમાનને લઈ ઘણી જ ચર્ચા થવા લાગી હતી.



કોણ હતું રેખા સાથે?
રેખા એક ખાસ મહેમાન સાથે રિસેપ્શનમાં આવી હતી. આ બીજું કોઈ નહીં પણ રેખાની જ સગી બહેન રાધા ઉસ્માન સૈયદ હતી. રેખા લાંબા સમય બાદ પોતાની સગી બહેન સાથે આ રીતે જાહેરમાં જોવા મળી હતી.



ગોલ્ડન સાડીમાં રેખાનો વટ
રેખા ગોલ્ડન સાડી તથા ગોલ્ડન જ્વેલરીમાં સુંદર લાગતી હતી. તો રાધા ગ્રીન એન્ડ ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી. રેખાએ પોતાના લુકને વેણીથી કમ્પ્લિટ કર્યો હતો.

રેખા તમિળ સુપરસ્ટાર જેમિની ગણેશન તથા પુષ્પાવલ્લીની દીકરી છે. રેખાનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતાએ લગ્ન કર્યાં નહોતાં.

રેખાએ રિસેપ્શનમાં બહેન સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતાં. આ ઉપરાંત રેખાએ એક્ટ્રેસ નીલમ સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા હતાં.

રેખાના વર્કફ્રન્ટની વાત કરીએ તો 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ રહી હતી. રેખા પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. અમિતાભ બચ્ચન તથા રેખાના સંબંધો ઘણાં જ ચર્ચાસ્પદ બન્યા હતાં.

રેખા છેલ્લે 2015માં ‘શમિતાભ’માં જોવા મળી હતી. ત્યારબાદ તેઓ 2018માં ‘યમલા પગલા દિવાના ફિર સે’માં જોવા મળી હતી.

રેખાને પાંચ સાવકી ને એક સગી બહેન છે. જેમાં ગણેશનની પહેલી પત્નીથી ચાર દીકરીઓ હતી. જે ડૉ.રેવતી સ્વામીનાથન
નારાયણી ગણેશન, ડૉ.કમલા સેલ્વરાજ, ડૉ.જયાશ્રીધર છે. બીજી પત્નીથી ગણેશનને એક દીકરી ચામુંડેશ્વરી તથા દીકરો સતીશ કુમાર છે. ગણેશનની પહેલી પત્નીનું નામ આલામેલુ, બીજી પત્નીનું નામ સાવિત્રી તથા લગ્ન વગર સાથે રહ્યાં તેનું નામ પુષ્પાવલ્લી હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page