જાવેદ જાફરીની સુંદર દીકરીની પહેલીવાર જુઓ તસવીરો

એક્ટર, ડાન્સર, કૉમેડિયન અને રિઆલિટી શૉના જજ જાવેદ જાફરીને દરેક લોકો ઓળખે છે. જાવેદ પોતાની ફિલ્મોને લીધે જેટલા ચર્ચામાં રહે છે, એટલા જ પોતાના અંગત જીવન માટે લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે, આજે અમે તમને તેમની દીકરી અલવિયા જાફરી વિશે જણાવીએ.

જાવેદ જાફરીની દીકરી અલવિયા જાફરી 24 વર્ષની છે. તે એક્ટર મીઝાન જાફરીની નાની બહેન છે. આ ઉપરાંત તેમનો એક નાનો ભાઈ છે જેનું નામ અબ્બાસ છે.

અલવિયા જાફરીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી સ્ટડી કર્યું છે. તે ન્યૂયોર્કની પારસંસ સ્કૂલ ઓફ ડિઝાઈનથઈ ફેશન અને ડિઝાઈનનું સ્ટડી કરી રહી છે.

અલવિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમશ છે અને સારી ફેનફોઇંગ પણ છે. તેમના ફોટોશૂટ્સ, લુક્સ અને આઉટફિટ્સ પર લોકો ફિદા છે. એટલે તેમના ખૂબ વખાણ પણ થાય છે.

અલવિયા જાફરીની ફ્રેન્ડ એક્ટ્રસ જાહ્નવી કપૂર, અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા, અનુરાગ કશ્યપની દીકરી આલિયા અને સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર છે. આ દરેક વચ્ચા સારું બોન્ડિંગ છે.

પોતાની ફ્રેન્ડ આલિયા કશ્યપ અને અલાના પાંડની જેમ અલવિયા પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેય સાથે મળીને કોલૈબ ટ્રાઇબ નામથી વેબસાઇટ ચલાવે છે. તે વેબસાઇટ નવી પેઢી અને નવા આઇડિયા માટે છે.

અલવિયા જાફરીના ભાઈ મિઝાન જાફરી મુજબ તે ઘરમાં દરેક પર પોતાનો હુકમ ચલાવે છે. અલવિયા અને મીઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. સાથે જ બન્નેના ફ્રેન્ડ કોમન છે. બંનેએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી.

તે ઇન્ટરવ્યૂમાં અલવિયા જાફરીએ જણાવ્યું હતું કે, તે અને મીઝાન પોતાની મા સાથે સારી એક્શન શેર કરે છે. બંને પોતાના પિતા જાવેદ જાફરીથી ડરે છે. કેમ કે, જાવેદ ખૂબ જ કડક અને અનુશાસનનું પાલન કરનારા પિતા છે.

એવામાં અલવિયા જાફરીને પૂછવામાં આવ્યું હતું કે, તેમને એક્ટિંગ કરવામાં રસ છે અને શું તે ક્યારેક એક્ટિંગ કરતી જોવા મળશે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મને ખબર નથી કે, એક્ટિંગ કરી શકું કે નહીં, કેમકે મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના પિતા જાવેદ જાફરી ઇચ્છતા નથી કે ,તે એક્ટિંગની દુનિયામાં આવે.

મોટા ભાઈ મીઝાન જાફરી મુજબ, અલવિયા જાફરીને ફોટો પડાવવાનો ખૂબ જ શોખ છે. તેમનું કહેવું છે કે, અલવિયા કેમેરા સામે અલગ જ વ્યક્તિ બની જાય છે.