Only Gujarat

National

પતિએ પત્નીને ડિવોર્સ આપીને કરાવ્યા પ્રેમી સાથે લગ્ન, ગામ આખું ભેગું થયું

છપરાઃ બિહારના છપરા જિલ્લામાં હાલમાં માની ના શકાય તેવી ઘટના બની છે. અહીંયા એક પતિએ પોતાની પત્નીના જીવનમાં ખુશીઓ લાવવા માટે તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા. રિયલ લાઈફમાં આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. આ લગ્નનો વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઈરલ બન્યો છે. આ પતિ-પત્નીને નાનકડી દીકરી પણ છે. હવે આ દીકરી પતિ પાસ જ રહેશે.

છપરા શહેરના વોર્ડ 45ના ઘેઘટા ગામનો એક યુવક અનોખો પતિ સાબિત થયો છે. લગ્નના વાઈરલ વીડિયોમાં આ યુવકે કહ્યું હતું કે તેણે તેની પત્ની સાથે લવ મેરેજ કર્યા હતા, જોકે, તેની પત્ની અન્ય કોઈને પ્રેમ કરવા લાગી હતી. આથી જ તેણે ખુશીથી પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા હતા.

જ્યારે પતિએ પોતાની પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા તો ભીડ જમા થઈ ઈ હતી. કેટલાંક લોકોએ લગ્નનો વીડિયો બનાવીને વાઈરલ કરી દીધો હતો. પહેલાં તો લોકોને આ લગ્ન સામાન્ય લાગ્યા હતા. જોકે, જ્યારે તેમને જાણ થઈ કે પતિએ જાતે જ પોતાની પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી રહ્યો છે, તો તમામ લોકો હેરાન રહી ગયા હતા. તેમણે આ પહેલાં ક્યારેય આવા લગ્ન જોયા નહોતા.

છ મહિનાથી અફેર હતુંઃ મહિલાના નવા પતિએ કહ્યું હતું કે છેલ્લાં છ મહિનાથી તેમની વચ્ચે અફેર હતું. તેની પ્રેમિકાને તેનો પતિ માર મારતો હતો. આ જ કારણે તેણે આ પગલું ભર્યું છે. તો મહિલાએ પણ આક્ષેપ કર્યો હતો કે તેનો પહેલો પતિ તેને માર મારતો હતો. આથી જ તેણે દુઃખી થઈને આ પગલું લીધું છે. હવે તે પ્રેમી સાથે લગ્ન કરીને ઘણી ખુશ છે. તે બીજા પતિને ક્યારેય છોડશે નહીં.

પતિ છે એકદમ ખુશઃ પતિએ કહ્યું હતું કે તે પત્નીના લગ્નથી ઘણો જ છે. હવે તે તેમની દીકરીનો ઉછેર કરશે. તે પણ પત્નીની જેમ બીજા લગ્ન કરશે અને દીકરીનું લાલન પાલન કરશે.

પરિવાર અવઢવમાં: બંને પરિવાર હાલ અવઢવમાં છે. તેમને નાની બાળકીની ચિંતા કોરી ખાય છે. દીકરીની માતા તો પોતાની પેટની જણીને તરછોડીને પ્રેમી સાથે જતી રહી છે. દીકરાના બીજા લગ્ન થવા મુશ્કેલ છે.

‘હમ દિલ દે ચૂકે સનમ’ની સ્ટોરીઃ ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ની વાર્તા સાથે આ સ્ટોરી મળતી આવે છે. ફિલ્મમાં અજય દેવગન તથા ઐશ્વર્યા રાય પતિ-પત્ની હતા. જ્યારે અજયને ખબર પડી કે ઐશ્વર્યા, સલમાનને પ્રેમ કરે છે ત્યારે તે સલમાન સાથે તેના લગ્ન કરાવવાનો પ્રયાસ કરે છે. જોકે, ઐશ્વર્યા પતિ અને પ્રેમીમાંથી છેલ્લે પતિની પસંદગી કરે છે.

 

You cannot copy content of this page