મુકેશ અંબાણી કે અનિલ અંબાણી, કોની સાથે રહે છે માતા કોકિલાબેન?

અંબાણી પરિવાર તેમની લૈવિશ લાઇફસ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. પરિવારના મોટા દીકરા મુકેશ અત્યારે વિશ્વના ટૉપ-10 બિઝનેસમેનમાંથી એક છે. તો, અનિલ અંબાણી દેવામાં ડૂબેલાં છે. પરિવારમાં ભલે ગમે એટલા મતભેદ હોય, છતાં બંને ભાઈ વચ્ચે જે અતૂટ સંબંધ છે તે તેમની મા કોકિલાબેનના લીધે છે. અંબાણી પરિવારના દરેક નિર્ણયમાં મા કોકિલાબેનનો વિચાર સૌથી વધુ મહત્ત્વનો હોય છે. કોકિલાબેન પરિવારના દરેક સભ્યો સાથે ખૂબ જ હળીમળીને રહે છે.

એવી વાત ઘણીવાર સામે આવે છે કે, કોકિલાબેન પોતાના બંને દીકરા એટલે કે મુકેશ અને અનિલ અંબાણીમાંથી કોની સાથે રહે છે? તો આજે અમે તમને જણાવીએ કે કોકિલાબેન પોતાના મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે એન્ટેલિયામાં રહે છે. તે પોતાની બંને વહુ એટલે કે નીતા અંબાણી અને ટીના અંબાણીને ખૂબ જ લાડ કરાવે છે.

ટીના અંબાણી સોશિયલ મીડિયા પર કોકિલાબેન સાથે પોતાનો પ્રેમ ઘણીવાર જાહેર કરતી જોવા મળે છે. તો, દરેક ફંક્શનમાં નીતા પોતાની સાસુનો હાથ પકડીને જોવા મળે છે. બંને વહુઓ સાથે કોકિલાબેનનો સંબંધ મા દીકરી જેવો છે.

24 ફેબ્રુઆરીએ કોકિલાબેનના જન્મદિવસ પર ટીના અંબાણીએ પોતાની સાસુ માટે એક સુંદર પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તેમના કેટલાક ફોટો પણ શેર કરી લખ્યું હતું કે, ‘ તમે હંમેશા અમારા માર્ગદર્શન, પ્રેરણા અને આગળ વધવા માટે હિંમત આપતાં રહો છો. તમે દરેક પેઢી માટે એક પ્રેરણા છો. પોતાની તાકાત, સમર્થનનો સ્ત્રોત પરંપરા અને આધુનિકતાનો એક અવિશ્વનીય મિશ્રણ છે. તમે એક એવા મહિલા છો, જેની પાસેથી દરરોજ હું શીખતી રહેવા માગીશ.’ ટીના અંબાણીએ વધુમાં લખ્યું, ‘પરિવારની આધારશિલા હોવા માટે આભાર મમ્મી.’

રિપોર્ટ મુજબ, કોકિલાબેને એક ઇન્ટરવ્યૂમાં પોતાની વહુ અને પરિવાર સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. કોકિલાબેને કહ્યું હતું કે, ‘મને મારી બંને વહુ સાથે ખૂબ જ પ્રેમ છે. તે બંને ખૂબ કેરિંગ અને વિચારશીલ છે. મુકેશ જ્યારે પણ ઓફિસ જાય છે, ત્યારે તે મને ફોન કરે છે. હું અનિલને પણ રોજ મળું છું. નીતાનું જિમ મને ખૂબ જ સારું લાગે છે. હું અઠવાડિયામાં ત્રણવાર ત્યાં જવ છું. મારા બાળકો મારું ખૂબ જ ધ્યાન રાખે છે.

You cannot copy content of this page