Only Gujarat

National

પતિએ ચોથા લગ્ન કર્યાં તો 3 પત્નીઓએ જે હાલ કર્યાં તે જાણી નવાઈ લાગશે

લગ્ન વિશે દરેક વ્યક્તિના વિચાર જુદા જુદા હોય છે. કેટલાંક લોકો એક લગ્નને નિભાવવામાં સંપૂર્ણ જીવન વિતાવી દે છે તો કેટલાંક એવા લોકો પણ હોય છે જે લગ્ન કરીને થાકતા નથી. જો કે આ કામ માણસ તેના જોખમે કરે તો જ સારું કેમ કે આના પરિણામો પણ સહન કરવા પડી શકે છે. લગ્ન અને જોખમને લગતો આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સને એકથી વધુ લગ્નના કારણે જાહેરમાં થપ્પડ ખાવા પડ્યા હતા.

પત્નીઓએ કરી ધુલાઈ
યુપીના જૌનપુરમાં બે પત્નીઓએ મળીને પોતાના પતિને ધોઈ નાખ્યો. આ ઘટના શાહગંજ તહસીલ સંકુલની છે, જ્યાં એક વ્યક્તિને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આરોપ છે કે આ શખ્સના ચાર લગ્ન થયા છે જેમાંથી તેણે ત્રણ પત્નીઓને તરછોડી મૂકી છે. તે પહેલી પત્નીને બાળકોથી મળવા પણ નથી દેતો.

આ શખ્સ વારાણસીના પઠાનીટોલાનો રહેવાસી છે અને તેની પત્ની શાહગંજમાં રહે છે. બીજી પત્ની કાનપુર અને ત્રીજી પત્ની આઝમગઢની રહેવાસી છે. ત્રણેય મહિલાઓનો આરોપ છે કે બાળક થયા બાદ પતિએ તેમને તરછોડી ચોથી પત્ની સાથે રહેવા લાગ્યો હતો.

દીકરાથી મળવા નથી આપતો પતિ
શખ્સની પહેલી પત્નીનો આરોપ છે કે તેને 13 વર્ષનો દિકરો છે, જેણે તે માતાથી મળવા પણ નથી દેતો. આ મામલે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી, જે પછી તેને મળવાનો સમય આપવામાં આવ્યો હતો. આમ છતાં પતિ તેને તેના પુત્રને મળવા દેતો ન હતો.

આ કેસમાં ટ્રાયલની તારીખ હતી, જ્યાં પતિને પહોંચતાની સાથે જ ત્રણેય પત્નીઓએ પકડી લીધો અને માર માર્યો. આ પછી લોકોએ તે વ્યક્તિને પોલીસને હવાલે કર્યો. પોલીસે આ મામલાને પરસ્પર વિવાદ જણાવ્યો છે અને બંને પક્ષોને બોલાવીને મામલાની તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page