Only Gujarat

Sports

IPLમાં હવે બીજો વિવાદ, સંજુ સેમસન હતો નોટઆઉટ? ચહલના કેચ પર ક્રિકેટપ્રેમીઓને આશંકા

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે સંજુ સેમસનનું બેટ મૌન રહ્યુ અને તે ફક્ત 4 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. બેંગ્લોરના બોલર યુઝવેન્દ્ર ચહલે પોતાના જ બોલ પર સંજુ સેમસનને કેચ આઉટ કર્યો.

જોકે યુઝવેન્દ્ર ચહલનો આ કેચ ચર્ચામાં છે. ચહલના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેચ કરતી વખતે ચહલનો બોલ જમીનને અડી ગયો હતો.

જણાવી દઈએકે, ફિલ્ડ અમ્પાયર દ્વારા સંજુ સેમસનને આઉટ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ થર્ડ અમ્પાયરે પણ ફિલ્ડ અમ્પાયરના નિર્ણયમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ચહલના કેચ અને અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. સેમસનનું ઝડપથી આઉટ થવું રાજસ્થાન રોયલ્સ માટે મોટો આંચકો સાબિત થયો.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

રાજસ્થાન રોયલ્સે મહિપાલ લોમરોરના 47 રન અને જોસ બટલરના 22 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ પર 154 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે 24 રનમાં ત્રણ અને ઇસુરુ ઉદાનાએ 41 રનમાં બે વિકેટ લીધી હતી.

You cannot copy content of this page