Only Gujarat

Bollywood

સોળે શણગારમાં પોઝ આપતા અચાનક આવ્યા આંસૂ, નણંદની વિદાય અગાઉ રડી પડી ટીવીની ‘મધુબાલા’

મુંબઇઃ ટીવીની ‘મધુબાલા’ એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીની નણંદ શિવાની ખેમકા લગ્નના બંધનમાં બંધાઇ ગઇ હતી. દ્રષ્ટિ ધામીએ પોતાની નણંદની કેટલીક તસવીરો શેર કરી છે. ફોટોઝમાં શિવાની લાલ રંગના લહેંઘામાં સુંદર લાગી રહી છે. દરમિયાન દ્રષ્ટિ ધામીએ પણ પોતાના પતિ નીરજ ખેમકા અને નણંદ શિવાની સાથે પોઝ આપ્યા છે. નણંદની વિદાય અગાઉ દ્રષ્ટિ પોતાના આંસૂ રોકી શકી નહોતી અને કેટલીક તસવીરોમાં તે રડતી જોવા મળી હતી.

ફોટો શેર કરતા ધામીએ લખ્યું કે, અમારી લાઇફનો સૌથી બેસ્ટ દિવસ. હું હંમેશાથી તને લગ્નના ડ્રેસમાં જોવા માંગતી હતી. આ નવી યાત્રા માટે ઓલ ધ બેસ્ટ.

ધામીએ વધુમાં લખ્યું કે, બેબી હું જાણું છું કે તું ખૂબ ખુશ રહેવા જઇ રહી છે કારણ કે તને તારો સોલમેટ મળી ગયો છે. આઇ લવ યૂ. હું દરરોજ તને યાદ કરીશ.

નોંધનીય છે કે ગુરુવારે રાત્રે ધામીના ઘર સંગીત અને મહેંદી સેરેમની યોજાઇ હતી. ધામીએ લગ્નમાં પતિ સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.

નણંદના લગ્નમાં દ્રષ્ટિ ધામીએ પતિ નીરજ ખેમકા અને મિત્રો સાથે ફોટો પડાવ્યા હતા.

નણંદ શિવાનીના લગ્નમાં પતિ નીરજ ખેમકા સાથે આ અંદાજમાં જોવા મળી દ્રષ્ટિ ધામી

શિવાનીના લગ્નમાં પતિ નીરજ ખેમકા અને નણંદ સુહાસી સાથે દ્રષ્ટિ ધામી.નણંદની મેંહદી સેરેમનીમાં પતિ નીરજ ખેમકા સાથે દ્રષ્ટિ ધામી.નણંદ શિવાની ખેમકાની સંગીત સેરેમનીમાં દ્રષ્ટિએ પતિ સાથે ડાન્સ કર્યો.

સાસુ અને નણંદ સુહાસી સાથે દ્રષ્ટિ ધામી.દ્રષ્ટિ ધામીનો જન્મ 10 જાન્યુઆરી 1985ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે મીઠીબાઇ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તે 2011 અને 2013માં સેવ અવર પ્લેનેટ અભિયાનને સપોર્ટ કરવા માટે ચલાવવામાં આવેલા હિંદુસ્તાન ડિન વર્ક્સ લિમિટેડની કૈનવાર્નમેન્ટ વીકની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે.

દ્રષ્ટિ ધામી 2007થી ટીવી ઇન્ડસ્ટ્રિ સાથે જોડાયેલી છે પરંતુ તેને ઓળખ 2010 અને 2011માં પ્રસારિત શો ગીતઃહુઇ સબસે પરાઇથી મળી હતી. શો બાદ તેને લોકો ગીત નામથી પણ ઓળખતા હતા

દ્રષ્ટિ ધામી પરિવાર સાથેની તસવીર.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page