Only Gujarat

Bollywood

બોલિવૂડની આ સુંદરીઓએ હીરોને બદલે ખૂંખાર ‘ખલનાયક’ સાથે ફર્યાં સાત ફેરા

મુંબઈઃ બોલીવુડની અનેક એવી અભિનેત્રીઓ છે જેણે પોતાની ફિલ્મના હિરો સાથે લગ્ન કર્યા છે. તો કેટલીક અભિનેત્રીઓએ બિઝનેસમેન તો કોઈએ ક્રિકેટર સાથે લગ્ન કર્યા છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેમણે ફિલ્મના ખતરનાક વિલન સાથે લગ્ન કર્યા છે. આવો જાણીએ એવી અભિનેત્રીઓ વિશે…

રેણુકા શહાણેઃ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં નજર આવી ચૂકેલી અભિનેત્રી રેણુકા શહાણેએ અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રેણુકાએ આશુતોષ રાણા સાથે 2001માં લગ્ન કર્યા હતા. આશુતોષ રાણાએ ‘દુશ્મન’, ‘સંઘર્ષ’, ‘બાદલ’ જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.

પૂજા બત્રા: 80ના દાયકાની ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક પૂજા બત્રાએ ફિલ્મ જગતના જાણીતા વિલન નવાબ શાહ સાથે કેટલાક સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. નવાબ શાહે ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ડૉન 2’ અને સાઉથની અનેક ફિલ્મોમાં વિલન તરીકે કામ કર્યું છે.

પોની વર્માઃ પોની વર્મા એક સારી કોરિયોગ્રાફર છે. તેણે વર્ષ 2010માં પ્રકાશ રાજ સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ રાજે ‘સિંઘમ’, ‘વૉન્ટેડ’, ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી છે.

નિવેદિતા ભટ્ટાચાર્યઃ અભિનેત્રી નિવેદિતા ભટ્ટાચાર્યએ બોલીવુડ અભિનેતા કે કે મેનન સાથે લગ્ન કર્યા છે, જેમણે બોલીવુડની અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી છે.

કૃતિકા સેંગરઃ ‘રાણી લક્ષ્મીબાઈ’ અને ‘કસમ તેરે પ્યાર કી’ જેવી સુપરહિટ ધારાવાહિકમાં કામ કરી ચુકેલી અભિનેત્રી કૃતિકા સેંગરે નિર્દેશક પંકજ ધીરના દીકરા નિકિતન ધીર સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. નિકિતન ધીર એ જ છે જેમણે ફિલ્મ ‘મિશન ઈસ્તમ્બુલ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘દબંગ 2’ અને ‘રેડી’ જેવી અનેક ફિલ્મોમાં વિલનનો કિરદાર નિભાવ્યો છે.

You cannot copy content of this page