Only Gujarat

Bollywood

અમિતાભ બચ્ચન કરોડોની લક્ઝૂરિયસ કારને આટલા સસ્તામાં વેચી રહ્યાં છે? કારણ જાણી હેરાન થશો

મુંબઈઃ કોરાનાને હરાવી અમિતાભ બચ્ચન તેમના કામ પર પાછા ફર્યાં છે અને કેબીસીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ દરમિયાન બચ્ચન પરિવારમાં વધુ એક કારની એન્ટ્રી થઈ છે. અમિતાભ બચ્ચને S Class મર્સિડીઝ બેન્ઝ ખરીદી છે. મળતી માહિતી પ્રમાણે આ કારની કિંમત 1 કરોડ 38 લાખ રૂપિયા છે. આ કારનું રજિસ્ટ્રેશન અમિતાભ બચ્ચનના નામ પર છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન તેમની જૂની કાર જેની કિંમત કરોડોમાં છે, તે વેંચી રહ્યાં છે. તે કરોડોની આ કારને ખૂબ જ સસ્તી કિંમતમાં વેચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચના ગેરેજમાં કેટલીય લક્ઝૂરિયસ કાર સામેલ છે.

અમિતાભ બચ્ચન પાસે Porsche Cayman S છે, જે લક્ઝરી સ્પોર્ટ કાર છે. ખુદ અમિતાભ અને અભિષેક બચ્ચન આ કારમાં ડ્રાઇવ કરતાં જોવા મળ્યા છે. સફેદ કલરની આ સ્પોર્ટ કાર 14 વર્ષ જૂની છે. આ કાર વર્ષ 2006માં ખરીદી હતી. ખાસ વાત છે કે, આ કાર માત્ર 3700 કિલોમીટર જ ચાલી છે.

અમિતાભ બચ્ચનની આ કાર ઉપર એકપણ સ્ક્રેચ પણ નથી. જોકે, આ કાર વેંચવાનું કારણ સામે આવ્યું છે કે તે ગેરેજમાં વધારે કાર હોવાને લીધે અથવા 14 વર્ષ જૂની કાર હોવાને લીધે અમિતાભ આ કાર વેચી રહ્યાં છે.

રિપોર્ટ્સ મુજબ, 15 વર્ષ પછી કારનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનું હશે. તો સરકાર પણ આ પોલિસીમાં કેટલાક બદલાવ કરવાની છે. લગભગ એ જ કારણ છે કે કરોડોની કિંમતની કરને માત્ર 30 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે. આ કારનો નંબર પણ VIP 11 છે. ગયાં વર્ષે અમિતાભ બચ્ચને રોલ્સ રોયસ ઘોસ્ટને વેંચી હતી, જે તેમને વિધુ વિનોદ ચોપડાએ ગીફ્ટમાં આપી હતી.

બચ્ચન પરિવાર પાસે ઘણી કાર છે. રોલ્સ રોયસ જેવી કારના માલિક અમિતાભ બચ્ચનના કલેક્શનમાં વધુ એક કાર જોડાઈ ગઈ છે. આ કારનો નંબર MH 02 FJ 4041 છે. જેનો કુલ યોગ 11 હોય છે, જેને અમિતાભ બચ્ચન લકી નંબર માને છે અને તેમનો જન્મ દિવસ પણ 11 ઓક્ટોબરે જ આવે છે.

અમિતાભ બચ્ચનને કારનો ખૂબ જ શોખ છે અને તેમના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર છે. તેમની પાસે રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી છે, જેને અમિતાભ બચ્ચને કસ્ટમાઇઝ કરાવી છે. આ કારની શરૂઆતી કિંમત 49 લાખ રૂપિયા છે.

જ્યારે અમિતાભ બચ્ચનના બંગલાના પાર્કિંગમાં મિની કૂપર જોવા મળી ત્યારે અફવા ઉડી કે અભિષેક-ઐશ્વર્યાએ આરાધ્યાને તેમના જન્મદિવસ પર ગિફ્ટ કરી છે. આ પછી અમિતાભ બચ્ચને ફેન્સને જણાવ્યું કે, આ કારને ગિફ્ટના રૂપમાં અભિષેકે તેમને આપી છે.

તેમની શાનની સવારીમાં ટોયોટાની લેન્ડ ક્રૂઝર પણ સામેલ છે. જેની કિંમત લગભગ 1.20 કરોડ રૂપિયા છે.

મર્સિડીઝની સેડાન પણ અમિતાભ બચ્ચનના ગેરેજમાં સામેલ છે. જેની શરૂઆતી કિંમત લગભગ 56 લાખ રૂપિયા છે. તેમની પાસે બેન્ટલી કૉન્ટીનેન્ટલ GT પણ છે. જેની શરૂઆતી કિંમત 4.04 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચનના ગેરેજમાં ઘણી સારી કાર સામેલ છે. જેમાં Mercedes SL500, Lexus LX470, BMW X5, BMW 7 Series અને Mercedes S320 જેવી કાર સામેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page