‘અમે બંનેએ નક્કી કર્યું છે કે ગમે એટલા વ્યસ્ત હોઈએ છતાં એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું’
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારત જ નહીં પરંતુ આખા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. સાથે તે આ ધરતી પરના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ છે. ઉદ્યોગ જગતમાં તેના સિક્કા પડે છે. મુકેશ અંબાણી જેટલા મોટા ઉદ્યોગપતિ છે એટલા જ વ્યસ્ત વ્યક્તિ પણ છે. બેહદ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેઓ પરિવારને ભરપૂર સમય આપે છે. આવો જાણીએ કેવી રીતે..
નીતા અંબાણીએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મુકેશ અંબાણી રાત્રે ઘણી વાર મોડા આવે છે.
નીતા અંબાણીના જણાવ્યા પ્રમાણે તેઓ એટલા વ્યસ્ત રહે છે કે સમયનું કોઈ ઠેકાણું નથી હોતું. તેમ છતાં રાત્રે તેઓ ગમે એટલા મોડા આવે, ડિનર સાથે જ કરે છે.
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, અમે બંનેએ નક્કી કર્યું છે કે ભલે ગમે એટલા વ્યસ્ત હોઈએ છતાં અમે એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું. પછી તે ઘરે હોય કે બહાર.
નીતા અંબાણી અને મુકેશ અંબાણી ઘણીવાર વેકેશન માણવા પણ જાય છે. તેમનું માનીતું ડેસ્ટિનેશન સાઉથ આફ્રિકાના જંગલો છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી અનેક મીડિયા ઈન્ટરવ્યૂઝમાં જણાવી ચુક્યા છે કે રવિવારે આખો પરિવાર એકસાથે રહે છે. આવી જ રીતે તે પોતાની બિઝી લાઈફમાંથી પત્ની અને બાળકો માટે સમય કાઢે છે.