Only Gujarat

National

હોસ્પિટલની ઘોર બેદકારીના કારણે એક પરિવાર પર તોળાઇ રહ્યો છે કોરોનાનો ખતરો

હંમેશા વિવાદમાં રહેતી ઇન્દોરની ગ્રેટર કૈલાશ હોસ્પિટલ ફરી એકવાર તેની ઘોર બેદરકારીના કારણે સવાલોથી ઘેરાઇ ગઇ છે. આ વખતે મૃતદેહની અદલા બદલીનો કિસ્સો સામે આવ્યો છે. આ કારણે બંને પરિવાર પરેશાન થઇ ગયા હતા અને પરિવારજનોએ હોસ્પિટલની સામે હોબાળો કર્યો હતો.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ખંડવામાં રહેતા વેપારીનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ હોસ્પિટલ મેનેજમેન્ટે મૃતદેહ પરિવારને સોંપી દીધો. જ્યારે પરિજન ડેડબોડી એમ્બ્યુલન્સમાં લઇને બડવાહ અને સનવાદની વચ્ચે પહોંચ્યા તો હોસ્પિટલથી ફોન આવ્યો કે,. ડેડબોડી બદલી ગઇ છે. આપની પાસે મહૂમાં રહેતા એક વૃદ્ધની બોડી ભૂલથી આવી ગઇ. છે.

મળતી માહિતી મુજબ, મૃતદેહની અદલા બદલીનો ખેલ ત્યારે ઉજાગર થયો, જ્યારે મહુ નિવાસી પરિવાર તેમના પરિજનની બોડી લેવા માટે હોસ્પિટલ પહોંચ્યો. આ સમયે પરિવારની જાણ થઇ કે., આ શબ ખંડવાના વેપારીનું છે. ત્યાર બાદ હોસ્પિટલથી ખંડવાના વેપારીના પરિજનને ફોન કરવામાં આવ્યો અને બોડીની રસ્તામાં અદલા બદલી કરાઇ.

આ મામલે ખંડવાના મૃતક વેપારીના પરિજનોએ હોસ્પિટલ પર ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોના જણાવ્યાં મુજબ તેમના 64 વર્ષના પિતા નોન કોવિડ હોવા છતાં પણ તેમને કોવિડની બોડી સાથે રાખવામાં આ્વ્યા હતો. જ્યારે મહુના વૃદ્ધનું કોરોનાથી નિધન થયું હતું. આ શબ સાથે ખંડવાના પરિવારે 60 કિલોમીટરની મુસાફરી કરી. જેના કારણે એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને પરિજનો પર પણ કોરોનાનો ખતરો તોડાઇ રહ્યો છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ખંડવાના પરિવારે બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં મૃતક વેપારના પરિજન દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘોર બેદરકારી ધરાવતી હોસ્પિટલમાં ઇલાજ ન કરાવવામાં જ ભલાઇ છે.

આ જ હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થતાં ફેમસ ડોક્ટર જીએસ મિત્તલનું પણ મૃત્યુ થયું હતું. હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે તેમના દીકરા પલાસિયાએ હોસ્પિટલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી. ફરિયાદમાં હોસ્પિટલના મેનેજર ડોક્ટર અનિલ બંડી પર ગંભીર આરોપ લગાવ્યો હતો. આ પહેલા હોસ્પિટલ સ્ટાફે પગાર ન મળવાના મુ્દે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હાલ શબની અદલા બદલીનો મામલો સામે આવ્યો છે.

સ્વાસ્થ્ય વિભાગના નોડલ અધિકારી અમિત માલાકારે જણાવ્યું કે, ‘અમને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી કે, ગ્રેટર કૈલાશ હોસ્પિટલમાં નોન કોવિડ અને કોવિડના પેશન્ટની ડેડ બોડીના પેકિંગ દરમિયાન બોડી બદલી ગઇ હતી. જો કે હોસ્પિટલે તેમની ભૂલ સ્વીકારીને બોડીને યોગ્ય સ્થાને પહોંચાડી છે.. હજું સુધી આ મામલે કોઇ ફરિયાદ નથી આવી. જો આવશે તો યોગ્ય કાર્યવાહી કરીશું’

You cannot copy content of this page