Only Gujarat

International

78 વર્ષિય કાકાએ 9માં ધોરણમાં લીધું એડમિશન, દરરોજ 3 કિમી ચાલીને જાય છે સ્કૂલ

મિઝોરમના 78 વર્ષીય વિદ્યાર્થી લાલરિંગથારાની કહાણી બધા માટે પ્રેરણાદાયક છે. તેઓ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્કૂલના ટીચર પુઈયાએ કહ્યું લાલરિંગથારાનું એડમિશન એટલે થયું કારણ કે હાઈસ્કૂલમાં એડમિશન માટે કોઈ વય મર્યાદા નથી.

1945માં મિઝોરમ-મ્યાનમાર બોર્ડર પર ચમ્ફાઈ જિલ્લાના ખુઆંગલેંગ ગામમાં જન્મેલા 78 વર્ષીય લાલરિંગથારા મીડિયામાં ચર્ચામાં છે. તેમણે આ એપ્રિલમાં જ સ્થાનિક નેશનલ સેકન્ડરી એજ્યુકેશન કેમ્પેઈન હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં એડમિશન લીધું છે. ગામમાં કોઈ શાળા ન હોવાથી લાલરિંગથરા બીજા ધોરણ સુધી જ ભણી શક્યા.

લાલરિંગથારાએ 70 વર્ષ પછી એટલે કે 2018માં તેના ન્યૂ હુઇકાવમ ગામમાં ધોરણ 5માં એડમિશન લીધું. અહીં તેણે 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો.

લાલરિંગથારા પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માગતા હતા, તેથી તેમણે તેના ગામથી 3 કિમી દૂર હાઇસ્કૂલમાં પ્રવેશ લીધો. રસ્તો દુર્ગમ હોવાથી પગપાળા શાળાએ જવું પડે છે.

લાલરિંગથારા જ્યારે માત્ર 2 વર્ષના હતા ત્યારે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવાર અત્યંત ગરીબીથી ઘેરાયેલો હતો, તેથી તેમણે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો. લાલરિંગથારાએ બીજા ધોરણ સુધી ખુઆંગલેંગમાં અભ્યાસ કર્યો હતો.

લાલરિંગથારાના અભ્યાસમાં 1995માં વિરામ લાગ્યો જ્યારે તેમની માતા ન્યૂ હુઆઈકોમ ગામમાં શિફ્ટ થઈ ગયાં.

You cannot copy content of this page