Only Gujarat

FEATURED National

હીરાની ખીણમાં કામ કરનાર બે મજૂરોની ચમકી કિસ્મત, ખોદકામ સમયે મળી આ કિંમતી વસ્તુ

મધ્યપ્રદેશનાં પન્ના જિલ્લામાં આવેલી હીરાની ખાણો ઘણા લોકોને કરોડપતિ બનાવે છે. પરંતુ હીરો હાથમાં આવવો તે ભાગ્યની વાત છે. સોમવારે બે ખેડુતોને હીરા મળ્યા હતા. જેમનાં માટે થોડા હજાર રૂપિયા પણ મહત્વનાં હતા. તે હવે કરોડપતિ બની ગયા છે. દિલીપ મિસ્ત્રી નામના હીરાના ખેડૂતને મળ્યો. આ તેની અંગત જમીન છે. આ હીરા 7.44 કેરેટનો છે. માનવામાં આવે છે કે તેની કિંમત 30 લાખ રૂપિયા છે.

બીજો હીરાપટી બજરિયાનાં કૃષ્ણકલ્યાનપુરની ઉથલી હીરાની ખીણમાંથી લખન યાદવને મળ્યો છે. તે લગભગ 15 કેરેટનો છે. તેની કિંમત આશરે 50 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. બંને હીરા જેમ્સ ક્વોલિટીનાં છે. આ ડાયમંડ ઓફિસમાં જમા કરવામાં આવ્યા છે. અહીં તેમની હરાજી કરવામાં આવશે.

લોકડાઉનમાં ચમકી કિસ્મત
દિલીપ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,લોકડાઉનમાં રોજી-રોટી ઉપર સંકટ આવ્યા બાદ તેઓ છેલ્લાં 6 મહિનાથી જરૂઆપુરની હીરાની ખીણમાં કામ કરી રહ્યા હતા. આ પહેલા તેને ચાર નાના હીરા મળી ચૂક્યા છે. દિલીપ મિસ્ત્રી સાથે અન્ય 4 સાથી પણ આ ખાણમાં ભાગીદાર હતા. તેથી હવે બધા ખુશ છે.

જાણો હીરાના ભાવ કેવી રીતે નક્કી થાય છે
દિવાળીનાં પહેલાં સપ્તાહમાં આ ત્રીજો હીરો કાર્યાલયમાં જમા કરાવવામાં આવ્યો છે. આવતા મહિને તેમની હરાજી કરવામાં આવશે. ખેડુતો કહે છે કે તે ભગવાનની કૃપા છે, જે તેમને હીરા હાથમાં આવ્યા છે. નિષ્ણાતો નિર્દેશ કરે છે કે હીરાની કિંમત તેની ચમક પર આધારિત છે. જે હીરામાંથી ચમકતા કિરણો વધારે બહાર આવે છે, તે વધુ મૂલ્યવાન છે.

You cannot copy content of this page