Only Gujarat

International

15 વર્ષના આ અરબપતિ ટેળિયા પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, ફરારી અને રોલ્ય રોય્સ કાર

દુબઈમાં રહેતો 15 વર્ષનો રાશિદ બેલ્હાસા માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ખૂબ જ ફૅમશ છે. રાશિદ બેલ્હાસાના શાહરૂખ ખાન, સલમાન ખાન સહિતના બોલિવૂડ અને હોલિવૂડ સહિતના ઘણાં સ્ટાર સાથે ગાઢ સંબંધ છે. રાશિદ હંમેશા તેની લગ્ઝૂરિયસ લાઇફસ્ટાઇલને લીધે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. રાશિદ દુબઈના મોટા બિઝનેસમેનનો દીકરો છે. આ ઉપરાંત તે એક ફેશન લાઇનનો ઑનર પણ છે. એટલું જ નહીં રાશિદને મળવા માટે મોટા સ્ટાર્સને એપોઇન્મેન્ટ લેવી પડે છે. તો અમે તમને જણાવીએ અરબપતિ રાશિદ બેલ્હાસા વિશે.

દુબઈમાં રહેતાં 15 વર્ષના રાશિદ બેસ્હાસાની લાઇફસ્ટાઇલ ખૂબ જ લગ્ઝૂરિયસ છે. રાશિદના સપના જોયાં પહેલાં જ પુરાં થઈ જાય છે. રાશિદને બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર સાથે સમય પસાર કરવાનો અને ફોટો ક્લિક કરાવવાનો શોખ છે.

દુબઈમાં રહેતાં 15 વર્ષના રાશિદ બેસ્હાસાની લાઇફસ્ટાઇલ ખૂબ જ લગ્ઝૂરિયસ છે. રાશિદના સપના જોયાં પહેલાં જ પુરાં થઈ જાય છે. રાશિદને બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર સાથે સમય પસાર કરવાનો અને ફોટો ક્લિક કરાવવાનો શોખ છે.

રાશિદ સમગ્રવિશ્વના સેલેબ્રિટીઝ સાથે હેંગઆઉટ કરે છે. આ ઉપરાંત રાશિદ સલમાન ખાનનો ખૂબ જ મોટો ફેન છે. સલમાન ખાન જ્યારે પણ દુબઈ જાય ત્યારે તે રાશિદને મળવા માટે જરૂર જાય છે. રાશિદે સલમાન ખાન સાથે ઘણાં ફોટો શેર કર્યાં છે.

રાશિદની યૂટ્યુબ ચેનલ મનીકિક્સ નામથી ફેમસ છે જેમાં સલમાન ખાન સાથે રાશિદે વીડિયો બનાવીને અપલોડ કર્યો છે. રાશિદ ઘણીવાર મુંબઈ આવી ચૂક્યો છે અને સલમાન ખાનને પણ મળી ચૂક્યો છે.

રાશિદ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યૂટ્યુબ પર એક્ટિવ છે. એક ઇન્ટરવ્યૂમાં રાશિદે જણાવ્યું હતું કે, અમેરિકી રેપર વિઝ ખલીફા તેમની સારી ફ્રેન્ડ છે અને તે બધાં તેમના ફાર્મ હાઉસ પર ફરવા માટે આવે છે. ક્યારેક વ્યસ્ત હોવાને લીધે તે સેલેબ્રિટીઝને ના પણ પાડી દે છે.

રાશિદની લોકપ્રિયતાનો અંદાજ તેમના ઇન્સ્ટાગ્રામ પર 8 લાખ ફોલોઅર્સ પરથી લગાવી શકાય છે. તેમના પિતાએ રાશિદને પ્રાઇવેટ જેટ પણ આપ્યું છે જેમાં રાશિદ ફરે છે. આ ઉપરાંત રાશિદ પાસે 70 જોડી એર જૉર્ડન સૂઝ પણ છે.

માત્ર 15 વર્ષની ઉંમરમાં રાશિદ એક ફેશન લાઇનનો ઑનર પણ છે. અહીં ઘણાં સ્ટાર પોતાના માટે ડ્રેસ ખરીદવા માટે આવે છે.

પ્રાઇવેટ જેટમાં સફર કરતી વખતના ફોટો રાશિદે ઘણીવાર શેર પણ કર્યાં છે અને તેમની પાસે ફરારી અને રોલ્સ રોયસ જેવી કાર પણ છે. આ ઉપરાંત રાશિદને સ્નીકર્સનો પણ ખૂબ જ શોખ છે એટલું જ નહીં રાશિદનો પોતાનો ઓનલાઇન શૉપિંગ સ્ટોર પણ છે.

You cannot copy content of this page