Only Gujarat

National

2 રૂપિયા દરરોજના કમાનારી કલ્પના બની 700 કરોડ રૂપિયાની માલિક, ક્યારે વેચતી હતી છાણા

ખુદ પર વિશ્વાસ હોય તો સફળતા મેળવતા કોઈ રોકી શકતું નથી. કલ્પના સરોજે કંઈક આવું જ કરી બતાવ્યું છે. ગરીબ પરિવારમાં જન્મેલી કલ્પના આજે કરોડપતિ છે. તે આજે 700 કરોડની કંપનીની માલિક છે. કલ્પના કરોડોનું ટર્નઓવર આપનારી કંપનીની ચેરપર્સન અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત છે. કલ્પનાને કેવી રીતે સફળતા મળી અમે તેના વિશે જણાવીએ.

કલ્પના સરોજ કમાની સ્ટીલ, કેએસ ક્રિએશન્સ, કલ્પના બિલ્ડર એન્ડ ડેવલપર્સ, કલ્પના એસોસિએટ્સ સહિતની કંપનીઓની માલિક છે. સમાજસેવા અને ઉદ્ધમિતાને લીધે કપ્લનાને પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન ઉપરાંત દેશ-વિદેશમાં ઘણાં પુરસ્કાર મળી ચૂક્યા છે. ક્યારેક 2 રૂપિયા દરરોજના કમાનારી કલ્પના આજે 700 કરોડ રૂપિયાની માલિક છે. કલ્પનાનો જન્મ દુકાળનો શિકાર બનેલા મહારાષ્ટ્રના વિદર્ભમાં થયો હતો ઘરની પરિસ્થિતિ ખરાબ હતી. જેને લીધે કલ્પના છાણા વેચતી હતી.

12 વર્ષની ઉંમરમાં જ કલ્પનાના લગ્ન 10 વર્ષ મોટા વ્યક્તિ સાથે કરાવી દેવામાં આવ્યા હતાં. કલ્પના વિદર્ભથી મુંબઈ ઝુપરપટ્ટીમાં આવી ગઈ હતી. તેમનો અભ્યાસ પણ બંધ થઈ ગયો હતો. સાસરીમાં ઘરેલું કામકાજમાં થોડીક ભૂલ થતાં કલ્પનાને માર મારતાં હતાં. શરીર પર જખમના નિશાન પડી ગયા હતા અને જીવવા માટે હિંમત પણ ગુમાવી દીધી હતી. એક દિવસ આ નરકથી ભાગીને કલ્પના પોતાના ઘરે જતી રહી હતી.

સાસરી પહોંચવાની સજા કલ્પના સાથે તેના પરિવારને પણ મળી હતી. પંચાયતે પરિવારનું ખાવા-પિવાનું બંધ કરાવી દીધું. આ પછી કલ્પનાને જિંદગીના દરેક રસ્તા પણ બંધ દેખાવા લાગ્યા હતાં. કલ્પના પાસે જીવવા માટે કોઈ આશા રહી નહોતી. તેણે જંતુ મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો પણ, એક સંબંધી મહિલાએ તેમનો જીવ બચાવી લીધો હતો.

કલ્પનાએ જણાવ્યું કે, ‘જીવ આપવાનો પ્રયત્ન તેમની જિંદગીમાં એક મોટો વળાંક લઈને આવ્યો હતો. મેં વિચાર્યું કે હું કેમ જીવ આપી રહી છું, કોના માટે? હું પોતાના માટે કેમ ના જીવું? કંઇક મોટું મેળવવાનું વિચારું તે માટે હું પ્રયત્ન તો કરી શકું છું.’ 16 વર્ષની ઉંમરમાં કલ્પના ફરી મુંબઈ આવી ગઈ હતી, પણ આ વખતે એક નવી જિંદગી શરૂ કરવા માટે. મુંબઈ આવેલી કલ્પનાને કપડાં સીવતાં આવડતું હતું અને તે પોતાના દમ પર એક ગારમેન્ટ કંપનીમાં નોકરી શરૂ કરી હતી.

જેમાં એક દિવસ કામ કરવાના 2 રૂપિયા મળતાં હતાં. કલ્પનાએ પહેલાં બ્લાઉઝ સિવવાનું કામ શરૂ કર્યું હતું. એક બ્લાઉઝના 10 રૂપિયા મળતાં હતાં. આ દરમિયાન કલ્પનાની બીમાર બહેનનું મોત થઈ ગયું હતું. કલ્પના આ આઘાતને લીધે ભાંગી પડી હતી. તેમણે વિચાર્યું કે, જો દરરોજ 4 બ્લાઉઝ સિવું તો 40 રૂપિયા મળશે અને ઘરની પણ મદદ થશે. તેમણે વધારે મહેનત કરી અને દિવસમાં 16 કલાક કામ કરી કલ્પનાએ વધારે રૂપિયા કમાયા અને ઘરની મદદ પણ કરી હતી. આ દરમિયાન કલ્પનાને લાગ્યું કે, સિલાઈ અને બુટિકના કામમાં વધારે સ્કોપ છે અને તેમણે એક બિઝનેસ તરીકે વિચારવાનું શરૂ કર્યું હતું. દલિતોને મળતી 50 હજાર રૂીપિયાની સરકારી લોન લઈ એક સિલાઇ મશીન અને અન્ય સામાન ખરીદી એક બુટિક શૉપ શરૂ કરી દીધી હતી. દિવસ રાતની મહેનતથી એક બુટિક શૉપ સારી ચાલવા લાગતાં કલ્પના ઘરે પણ રૂપિયા મોકલવા લાગી હતી.

બચત કરેલાં રૂપિયાથી કલ્પનાએ એક ફર્નીચર સ્ટોર પણ સ્થાપિત કર્યો જેનો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. આ સાથે જ તેમણે એક બ્યૂટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેતી છોકરીઓને કામ પણ શીખવાડ્યું. કલ્પનાએ બીજીવાર લગ્ન કર્યાં પણ, પતિનો સાથ લાંબા સમય સુધી મળી શક્યો નહીં. તેમના પતિનું બીમારીને લીધે મોત થઈ ગયું અને બંને બાળકોની જવાબદારી કલ્પના પર આવી ગઈ હતી. કલ્પનાના સંઘર્ષ અને મહેનતથી લોકો તેમને જાણતાં થયા અને મુંબઈમાં તેમને એક ઓળખ મળી ગઈ હતી. આ ઓળખાણને લીધે કલ્પનાને ખબર પડી કે 17 વર્ષથી બંધ કમાની ટ્યૂબ્સને સુપ્રીમ કોર્ટે તેમના કારિગરો સાથે ફરી શરૂ કરવા આદેશ કર્યો છે. કંપનીના કારિગર કલ્પનાને મળ્યા અને કંપનીને ફરી શરૂ કરવા માટે મદદની અપિલ કરી હતી.

આ કંપની ઘણાં વિવાદોને લીધે 1988માં બંધ પડી હતી. કલ્પનાએ વર્કરો સાથે રહીને મહેનત અને વિશ્વાસના દમ પર 17 વર્ષથી બંધ કંપનીમાં જીવ ફૂંકી દીધો. કલ્પનાએ જ્યારે પોતાની કંપની સંભાળી ત્યારે કંપનીના વર્કરોને એક વર્ષ સુધી પગાર મળ્યો નહોતો, કંપની પર કરોડો રૂપિયાનું સરકારી દેવું હતું. કંપનીની જમીન પર ભાડુઆત કબજો કરીને બેઠો હતો. મશીનોમાં કાટ લાગી ગયો હતો અને કેટલાક પાર્ટ્સ ચોરી થઈ ગયાં હતાં. માલિકી અને લિગલ વિવાદ ગહતો. કલ્પનાએ હિંમત હારી નહીં અને દિવસ રાત મહેનત કરી આ દરેક વિવાદને પુરા કર્યા અને મહારાષ્ટ્રના વાડામાં નવી જમીન પર ફરીથી સફળતાની બિલ્ડિંગ ઊભી કરી. કલ્પનાની મહેનતનો કમાલ છે કે, આજે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થઈ રહ્યું છે. કલ્પાન કહે છે કે, ‘ તેમણે ટ્યૂબ બનાવવા અંગે જરા પણ માહિતી નહોતી અને મેનેજમેન્ટ તેમને આવડતું નહોતું, પણ વર્કરોના સહયોગ અને શીખવાની ધગશથી આજે એક દેવામાં ડુબેલી કંપનીને સફળ બનાવી દીધી છે.

You cannot copy content of this page