Only Gujarat

FEATURED Sports

IPLની આ એન્કરને જોઈ લેશો એક વાર તો ક્રિકેટને તો ઘડીકવાર ભૂલી જ જશો એ નક્કી!

મુંબઈઃ કોરોના કાળની વચ્ચે આઇપીએલની 13મી સિઝન 19 સ્પ્ટેમ્બરે શરૂ થઈ ગઈ છે. 10 નવેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાતમાં યોજાશે, જે રીતે આઇપીએલના ખેલાડી ચર્ચામાં રહે છે. તેવી જ રીતે તેમાં ગ્લેમરનો તડકો લગાવનાર ક્રિકેટ ટીમની માલકિન અને એન્કર પણ એટલી જ ચર્ચામાં રહે છે. આ વખતે પણ 4 ક્રિકેટ ટીમની માલકિન અને સેબેલ્સનાં નામ ચર્ચામાં છે.

1. નીતા અંબાણી : મુંબઇ ઇન્ડિયન ટીમની ઓનર, જેની ઉંમર 56 વર્ષ છે. 2. શિલ્પા શેટ્ટી: રાજસ્થાન રોયલ્સની ઓનર, જેની ઉંમર 45 વર્ષની છે. 3. પ્રીટિ ઝિન્ટા: કિંગ્સ 11 પંજાબની ઓનર, જેની ઉંમર 45 વર્ષની છે. 4. જૂહી ચાવલા : કોલકતા નાઇટ રાઇડર્સની ઓનર. જે 52 વર્ષની છે.

આ સિવાય આઇપીએલમાં જો એન્કરની વાત કરીએ તો દરેક સિઝનમાં એન્કર પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. તે સિવાય તેમની ફીટ બોડી અને ખૂબસૂરતી માટે પણ જાણીતી છે. અહીં એવી જ 10 એન્કરોની વાત કરવાની છે. જે અત્યાર સુધી આઈપીએલ હોસ્ટ કરવા માટે ચર્ચામાં રહી છે.


1. અર્ચાના વિજયઃ ક્રિકેટ હોસ્ટિંગના ફિલ્ડમાં અર્ચના વિજયનું નામ મશહૂર છે. એક ટેલિવિઝન પ્રેઝેન્ટર તરીકે મશહૂર અર્ચના આઈપીએલની ચોથી એડિશનમાં જોવા મળી હતી. આ પહેલાં અર્ચાનાએ ઘણી ટીવી ચેનલ પર પ્રસારિત થનારા ક્રિકેટ શોની હોસ્ટિંગ કર્યું છે, જેવા કે ટૂ ડાયરી ફોર એકસ્ટ્રા કવર, ક્રિકેટ મસાલા માર કે વગેરે. પછી બે વર્ષ બ્રેક લીધા બાદ અર્ચના આઈપીએલની 11મી સીઝનમાં નજરે આવી હતી.


2. મંદિરા બેદીઃ એક સમયે ટીવી સ્ટાર તરીકે મશહૂર મંદિરા બેદીએ આઈપીએલની બીજી સીઝનમાં એંકરિંગની શરૂઆત કરી હતી. તેણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય મંદિરા બેદીએ 2003 અને 2007ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, 2004 અને 2006ની ચેમ્પિયન ટ્રોફિમાં પણ એંકરિંગ કર્યું છે. એક ફિટનેસ મૉડલના રૂપમાં મંદિરા બેદીની આગવી ઓળખ છે. મંદિરાએ આઈટીવી માટે આઈપીએલની ત્રીજી એડિશનમાં હોસ્ટિંગ કર્યું હતું.


3. સોનાલી નાગરાનીઃ 32 વર્ષની સોનાલી ક્રિકેટ એંકરિંગ માટે એક સમયે ખૂબ જ મશહૂર હતી. તેણે 2006માં ચેમ્પિયન ટ્રોફીમાં એંકરિંગ કર્યું હતું. 2007માં વર્લ્ડ કપમાં પણ હોસ્ટ રહી ચૂકી છે. તેમણે પાકિસ્તાનના ક્રિકેટર વસીમ અકરમ સાતે ‘સ્ટંપ્ડ’નું એંકરિંગ પણ કર્યું હતું. દિલ્હીની રહેવાસી આ મૉડલ અને અભિનેત્રીને 2003માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલથી પણ સન્માનિત કરવામાં આવી છે. 2003માં તે મિસ ઇન્ટરનેશનલ ફર્સ્ટ રનર અપ પણ રહી ચૂકી છે.


4. ઈસા ગુહાઃ આ ભારતીય મૂળની 30 વર્ષીય ઇંગ્લિશ ક્રિકેટરે 2009માં ઇંગ્લેન્ડ સાથે મહિલા વિશ્વ કપ જિત્યો હતો. આ વર્ષે જ તેને બીબીસી એશિયન નેટવર્ક સ્પોર્ટ્સ પર્સનાલિટીના તાજથી સન્માનિત કરવામાં આવી છે. ઈશા આઈપીએલની એકસ્ટ્રા ઇનિંગ્સના ઘણા એપિસોડમાં જોવા મળી છે. તે ઘણા સમયથી આઈપીએલના કવરેજનો ભાગ છે.


5. મયંતી લેંગરઃ મયંતીએ દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજથી બીએ ઓનર્સ કર્યું છે. તે કૉલેજની ફૂટબોલ ટીમમાં પણ રમી ચૂકી છે. આ બ્યૂટી દિવાએ 2010માં ફીફા વર્લ્ડ કપ અને કૉમનવેલ્થ ગેમ્સમાં હોસ્ટિંગ કર્યું છે. મયંતી 2011 અને 2015માં વિશ્વ કપમાં હોસ્ટિંગ કરી ચૂકી છે,પરંતુ આ વર્ષે તે આઈપીએલનો ભાગ નહીં હોય.


6. રોશની ચોપડાઃ રોશની ફેમસ આઈપીએલ એંકર સિવાય અભિનેત્રી, મૉડલ અને ટેલિવિઝન રિપ્રેઝેન્ટેટર છે. 37 વર્ષની રોશની મુંબઈની રહેવાસી છે. રોશની કલર્સ ચેનલ પર પ્રસારીત થતા કૉમેડી નાઇટ વિથ કપિલ શોમાં પણ નજર આવી ચૂકી છે.

7. કરિશ્મા કોટકઃ કરિશ્મા એક બ્રિટિશ અભિનેત્રી તરીકે જાણીતી છે. તે આઈપીએલ 6માં પોતાની એંકરિંગનો કમાલ દેખાડી ચૂકી છે. કરિશ્માના પિતા ગુજરાતી અને માતા ઇસ્ટ આફ્રિકન છે. તેણે 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કરી દીધું હતું. 2006માં કિંગફિશરના કેલેન્ડરમાં પણ મોડલિંગ કર્યું હતું.

8. રોશેલ મારિયા રાવઃ રોશેલ આઈપીએલની છઠ્ઠી સિઝનમાં એંકરિંગ કરીને છવાઈ ચૂકી છે. જોકે, તે લાંબા સમય સુધી એંકરિંગમાં દેખાઈ નથી. રોશેલે 2012માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જિત્યો છે. તે મૉડલ તરીકે પણ જાણીતી છે.


9. શિવાની દાંડેકરઃ પૂણેમાં જન્મેલી શિવાનીએ આઈપીએલની પાંચમી સિઝનમાં હોસ્ટિંગ કર્યું હતું. તે 2011 અને 2015માં માત્ર પોતાના એંકરિંગથી જ નહીં પરંતુ તેની ગ્લેમરસ અદાથી પણ દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિવાનીએ અમેરિકન ટીવી શોમાં એક ટીવી એંકર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સફળ મૉડલ, અભિનેત્રી અને વીજે તરીકે તેણે પોતાની ખાસ ઓળખ બનાવી છે. શિવાની ઝલક દિખલા જા સીઝન 5, આઈ કેન ડૂ ધેટ, વગેરેમાં નજર આવી રહી છે.


10. પલ્લવી શારદાઃ પલ્લવી શારદાનો જન્મ ઑસ્ટ્રેલિયમાં એક ભારતીય પરિવારમાં થયો હતો. તેમણે 2016માં આઈપીએલનું એંકરિંગ કર્યું હતું. તે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં શાહરૂખની બહેનની ભૂમિકા અદા કરી ચૂકી છે. પલ્લવીએ મીડિયા અને કમ્યુનિકેશનના અભ્યાસ સાથે કાયદાનો અભ્યાસ પણ કર્યો છે. તેણે કેટલીક ઓસ્ટ્રેલિયન ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

You cannot copy content of this page