ચેતી જજો! તમે આ 8 નોનવેજ વસ્તુઓને વેજિટેરિયન તો નથી સમજતા ને…..

નવી દિલ્હીઃ વેગન ડાયેટને ફોલો કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમુક લોકો ધાર્મિક કારણોસર વેજીટેરિયન (શાકાહારી) રહેવાનું પસંદ કરતા હોય છે. જોકે ઘણા લોકો જાણતા-અજાણતા એવી વસ્તુઓ ખાતા હોય છે જે અપ્રત્યક્ષ રીતે નોનવેજ જ છે. માર્કેટમાં મળતી ઘણી વસ્તુઓ-ફૂડ જેને લોકો શાકાહારી સમજીને ખાતા હોય છે તે વાસ્તવમાં માંસાહારી (નોન-વેજ.) હોય છે.

ઘણા લોકોને ચ્વિંગમ ચબાવવાની ટેવ હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ચ્વિંગમમાં મળતો જિલેટિન નામનું તત્ત્વ પ્રાણીઓની ખાલ અને હાડકામાંથી નીકાળવામાં આવતું હોય છે. વેગન ડાયટ ફોલો કરતા અને શાકાહારી લોકોએ તેને એવોઈડ કરવું જોઈએ.

બજારમાં મળતા સલાડ ડ્રેસિંગને જો તમે પ્યોર વેજીટેરિયન સમજતા હોવ તો ચેતી જજો. આવી ઘણી કલરફુલ અને સ્પાઈસી સલાડ માર્કેમાં મળી રહે છે જેમાં ઈંડા નાંખવામાં આવતા હોય છે.

ઘણીવાર લોકોને પોતાની ચા કે કોફીમાં વ્હાઈટ સુગરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમાં નેચરલ કાર્બનનો ઉપયોગ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નેચરલ કાર્બન બોન ચાર હોય છે, જે પ્રાણીઓના હાડકામાંથી તૈયાર કરવામા આવે છે.

બિયર અને વાઈન પીતા લોકોએ ઘણીવાર સાંભળ્યું હશે કે તે માત્ર ફળમાંથી બને છે. એવા દાવાઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા લોકો જાણી લે કે દારૂની સફાઈ માટે જે ઈજિનગ્લાસનો ઉપયોગ કરાય છે તે ફિશ બ્લેડરમાંથી બને છે.

ઘણીવાર લોકો સવારે માત્ર બ્રેડ-જામ ખાવાનું પસંદ કરતા હોય છે. ફ્રૂટ જામના નામથી વેચાતી દરેક પ્રોડક્ટ શાકાહારી નથી હોતી. ઘણીવાર જામમાં પણ પશુઓમાંથી મળતો જિલેટિન વપરાય છે. ભારતીય ભોજનમાં તેલ સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. જો તમે વેજિટેરિયન હોવ તો જાણી લો કે તેમાં ઓમેગા 3 ફેટ એસિડ છે કે નહીં.

શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂર્ણ કરવા અમુક તેલમાં માછલીમાંથી નીકળતા ઓમેગા 3ને મિક્સ કરવામાં આવે છે. એક વાત તો સ્પષ્ટ છે કે દહીં દૂધમાંથી બનાવવામાં આવે છે.

પરંતુ તેને પણ વેજિટેરિયન કહેવું યોગ્ય નહીં હોય. માર્કેટમાંથી દહીં ખરીદતા પહેલા પેક પર લખેલા ઈન્ગ્રેડિએન્ટ્સ અંગે માહિતી મેળવી લેવી. તેમાં પણ જિલેટિન હોય તો તમારું દહીં વેજ નથી.

You cannot copy content of this page