Only Gujarat

National

જેના ઘરમાં નોટોનો ડુંગર મળ્યો તે યુવતીની હોટ તસવીરો, જુઓ કેવા કેવા નખરા કરે છે

દેશમાં બે દિવસથી નોટોના ડુગરે ખૂબ ચર્ચા જગાવી છે. 500 અને 2000ની નોટોના ખડકલાની તસવીરોએ સનસનાટી ફેલાવી છે. 20 કરોડ રૂપિયાની અધધ રોકડ એક સાથે ઝડપાયા અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ છે. ત્યારે લોકો એ જાણવા ઉત્સુક છે કે પશ્ચિમ બંગાળમાં જેના ઘરેથી આ નોટો મળી આવે છે એ અર્પિતા મુખર્જી કોણ છે? અને તેમના બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સાથે શું સંબંધ છે?

મળતી માહિતી મુજબ અર્પિતા મુખર્જી બાંગ્લા ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેને કોઈ ઓળખ હજુ સુધી મળી નથી. અર્પિતાએ બાંગ્લા ઉપરાંત ઉડિયા અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે બાંગ્લા ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસેનજીતની ફિલ્મોમાં પણ કામ ચુકી છે.

મીડિયા રિપોટ્સ મુજબ TMCના નેતા અને મમતા બેનર્જી સરકારના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી દક્ષિણ કોલકાતામાં એક દુર્ગા પૂજા સમિતિ સાથે જોડાયેલા છે. આ કોલકાતામાં મોટી દુર્ગાપૂજા સમિતિઓમાંથી એક છે. અર્પિતા પણ આ જ દુર્ગાપૂજ સમિતિ સાથે જોડાયેલી છે. દુર્ગા પૂજા દરમિયાન અનેક વખત પૂજા પંડાલોમાં લાગેલા પોસ્ટરમાં તેનું નામ અધ્યક્ષ તરીકે જોવા મળ્યું હતું.

આ મામલે EDના અધિકારીઓને પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના ઘરમાંથી 21 કરોડ રૂપિયા રોકડા, 20થી વધુ મોબાઈલ ફોન અને 50 લાખ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા છે.

બંગાળ ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ અર્પિતાના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા મળ્યા હોવાના સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેની અનેક તસવીર શેર થઈ છે. જેમાં દુર્ગાપૂજ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જી, પાર્થ ચેટર્જી. TCMના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષીની સાથે અર્પિતા મુખર્જી પણ જોવા મળે છે.

જો કે TMCના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા આપવામાં મોડું નથી કર્યું. TMC દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનો અર્પિતાના ઘરેથી જપ્ત થયેલા પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકોના નામ SSC સ્કેમમાં સામે આવ્યું છે તેમને જવાબ આપવા જોઈએ.

શું છે SSC કૌભાંડ?
પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમીશનના ગ્રુપ સી તેમજ ગ્રુપ ડી કર્મચારીઓ અને શિક્ષકોની ભરતીમાં મોટા પાયે ગોટાળા થયા હોવાનું સામે આવ્યું હતું. મામલાની તપાસ કલકતા હાઈકોર્ટે CBIને સોંપી હતી. આ મામલે રૂપિયાની લેવડદેવડની તપાસ માટે હવે EDની એન્ટ્રી થઈ છે. આ મામલે પાર્થ ચેટર્જીની ગત 26 એપ્રિલ અને 18 મેનાં રોજ CBIએ પૂછપરછ કરી હતી.

You cannot copy content of this page