Only Gujarat

Sports

અનુષ્કા શર્માએ બિકીનીમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, પતિ વિરાટ સાથે અહીંયા માણી રહી છે મજા

મુંબઈઃ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જલદી જ માતા-પિતા બનવાના છે. આ શુભ સમાચાર કપલે ખુદ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કરી આપ્યાં હતાં. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બ્લેક કલરના સ્વિમ સૂટમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં અનુષ્કાના ચહેરા પર ખુશી અને સ્મિત સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ ફોટો શેર કર્યાંનાં એક કલાકમાં આ ફોટો 15 લાખથી વધુ લોકોએ શેર કર્યો હતો. સાથે જ દરેક યૂઝરે કોમેન્ટ પણ કરી હતી.

અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ મૌની રૉયે અનુષ્કાના ફોટો પર કોમેન્ટ કરી દિલ બનાવ્યું છે. તો ભૂમિ પેડનેકરે સો ક્યૂટ લખી દિલનું ઇમોજી બનાવ્યું છે. આ ઉપરાંત ઉર્વશી રૌતેલા, વિક્રાંત મૈસી, પાઓલી ડૈમ, રાઘવ જુયાલે પણ કોમેન્ટ કરી છે.

આ ફોટો શેર કરતાં અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું કે, ‘તે દરેક લોકોનો આભાર, જેમણે મને આ દુનિયામાં સારા વિશ્વાસથી હંમેશા પ્રેરિત કરી.’

અનુષ્કા અત્યારે બોલિવૂડના ગ્લેમરથી દૂર પોતાની પ્રેગ્નન્સિને માણી રહી છે. અનુષ્કાના પતિ વિરાટ કોહલી અત્યારે દુબઈમાં આઇપીએલમાં વ્યસ્ત છે.

આ પહેલાં અનુષ્કાએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે તેમના હાથથી બેબી બંપને ટચ કરતી જોવા મળી હતી. આ ફોટોમાં અનુષ્કાએ ખુલ્લા વાળમાં હળવા સ્મિત સાથે બીચ પર ફરતી વખતે સુંદર લાગતી હતી.

અનુષ્કાનો આ ફોટો જોઈ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ જ રિએક્ટ કરતાં હતાં. એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘નાનો વિરાટ કોહલી જલદી આવવાનો છે.’ બીજા વ્યક્તિએ કહ્યું કે, ‘દેર આયે દુરસ્ત આયે.’

ઓગસ્ટના અંતમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, ‘જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનો મહેમાન આવવાનો છે.’ વિરાટે ટ્વિટર પર આ ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘અને હવે અમે ત્રણ થવાના છીએ.’ આ સમાચાર સાંભળી ફેન્સ તરફથી શુભેચ્છાનો વરસાદ થઈ ગયો હતો.

આ પોસ્ટ સાથે બંનેએ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં અનુષ્કા બ્લેક પોલ્કા ડૉટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ફોટોમાં અનુષ્કાનું બેબી બંપ પણ જોવા મળતું હતું. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા જાન્યુઆરી, 2021માં તેમના બાળકને જન્મ આપશે.

થોડાં દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી જણાવ્યું હતું કે, આ કપલના ઘરે દીકરો કે દીકરી જન્મશે. આ પછી લોકો ખૂબ જ એક્સાઇટેડ છે. જ્યોતિષે કહ્યું હતું કે, ‘આ કપલનો ચહેરો જોઈ જ્યોતિષ ગણના મુજબ, સૌથી વધુ ચાન્સિસ છે કે, બંનેની એક દીકરી છે.’

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, 2017માં ઇટાલીમં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી કપલે દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. વિરાટ અને અનુષ્કાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી રિસેપ્શનમાં પણ આવ્યાં હતાં અને નવપરિણીત કપલને શુભેચ્છા આપી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page