Only Gujarat

Gujarat

આડેધના પૈસે લહેર કરતી યુવતીને બીજે હતું અફેર, લોહીના ખાબોચિયામાં લાશ મૂકી ભાગ્યા

વડોદરામાં 53 વર્ષના આધેડને 22 વર્ષની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. પણ આ પ્રેમ પ્રકરણે તેમનો જીવ લઈ લીધો. હત્યા કરનાર બીજુ કોઈ નહીં, પણ ખુદ તેમની પ્રેમિકા જ નીકળી. વડોદરામાં કાર્યરત અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં સુપરવાઇઝર તરીકે રામલાલ બેચરભાઇ પટેલ ફરજ બજાવતા હતા. મૂળ રાજસ્થાનના રામલાલ તેમના વતન જવાના હતા. પરંતુ પરંતુ, તેઓ રાજસ્થાન માટે રવાના થાય તે પહેલા જ તેમની હત્યા કરી દેવાઈ અને તેમના મૃતદેહને લોહીના ખાબોચીયામાં મૂકીને પ્રેમી અને પ્રેમિકા મકાનને તાળુ મારીને ફરાર થઇ ગયા હતા.

ઘટના સામે ત્યારે આવી જ્યારે રામલાલ તેમના વતન રાજસ્થાન પહોંચ્યા નહીં. બીજી તરફ તેમનો મોબાઈલ પણ બંધ આવતો હતો. તેથી રામલાલ પટેલના પુત્ર શૈલેષે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચિરાગ વંડરા (રહે. કુશલ એપાર્ટમેન્ટ, વાડી)નો ફોન પર સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના પિતા વિશે પૂછ્યું હતું અને તપાસ કરવા માટે જણાવ્યું હતું. (તસવીરમાં હત્યા કેસમાં આરોપ પ્રેમી કૃણાલ દુલેરા અને  આરોપી પ્રેમિકા કિંજલ પટેલ.)

તેથી ચિરાગ વંડરાએ તેમના સાથી રવિ પ્રજાપતિને રામલાલના ઘરે મોકલ્યા હતા. રવિએ તેમના ઘરે પહોંચીને તપાસ કરતા ફ્લેટની બહાર તાળું હતું, પરંતુ તેમની બાઇક ઘરની બહાર જ પાર્ક કરેલી મળી આવી હતી. સોસાયટી પ્રમુખની મંજૂરી બાદ ઘરનું લોક તોડાવી તેઓ અંદર દાખલ થયા હતા. પણ અંદરના દ્રશ્યો જોઈને તમામ ચોંકી ઉઠ્યા હતા. રામલાલ પટેલ બેડ ઉપર લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા.

રવિએ સુપરવાઇઝર ચિરાગ વંડરાને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. દરમિયાન ચિરાગે ગોરવા પોલીસને જાણ કરતાં પીઆઈ કે.એમ. છાસીયા સ્ટાફ સાથે બનાવ સ્થળે પહોંચ્યા હતા. તેમણે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ તપાસ દરમિયાન ઘરની દીવાલો પર લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન રામલાલ પટેલની હત્યામાં સંડોવાયેલી મનાતી એક યુવતી અને યુવકની અટકાયત કરી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રામલાલ પટેલ છેલ્લા 12 વર્ષથી અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં નોકરી કરતા હતા. 22 વર્ષની કિંજલ કમલેશભાઇ પટેલ સાથે તેમનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ યુવતીને તેમના ઘરમાં જ રાખતા હતા. જો કે કિંજલને કેટલાક સમયથી કૃણાલ નામના યુવાન સાથે એફેર ચાલતું હતું. કિંજલ અને કૃણાલ સાથે મળીને રામલાલ પાસેથી રૂપિયા પણ પડાવતા હતા. આ બંન્નેએ જ ભેગા મળીને હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને તક મળતા જ તેમને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

You cannot copy content of this page