Only Gujarat

Gujarat

સિઝેરિયન કર્યાના ચાર દિવસ બાદ પતિએ પત્ની પાસે સંબંધ કરવા કર્યું દબાણ, હચમચાવી મૂકતો કિસ્સો

અમદાવાદ: પરિણીતાને સાસરિયા તરફથી દહેજ અને ત્રાસ આપવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ અમદાવાદમાં દહેજની માગની સાથે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે પતિ-પત્નીના સંબંધોને લઈ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. વાત એવી છે કે એક પરિણીતાને તેનો પતિ માસિક ધર્મ દરમિયાન અને સિઝેરિયન કર્યાના ચાર દિવસ બાદ શારીરિક સંબંધ કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ પતિની હરકતોથી કંટાળીને પત્ની પહોંચી પોલીસ સ્ટેશન અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ઉત્તર પ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે વર્ષ 2016માં થયા હતા. લગ્ન બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. દાંપત્યજીવનની શરૂઆતથી જ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તેને ત્રાસ આપતા હતા.

લગ્નના ત્રણ મહિના બાદ મહિલા ગર્ભવતી બની. તેથી તેની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ તેની આ ખુશી લાંબી ટકી નહીં. કારણ કે પતિની શારીરિક ભૂખ એટલી હતી કે તે ગર્ભાવસ્થા સમયે પણ શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. જો પત્ની ના પાડતી તો ઝઘડો કરતા હતો અને ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હતાં. ગર્ભાવસ્થાને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે તેમ હતું. તેથી મહિલાએ તેના પતિને સમજાવ્યો હતો. પરંતુ પતિ સમજવા માટે તૈયાર નહોતો.

હદ તો ત્યારે થઈ જ્યારે બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં પતિએ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ દર્દથી પીડાતી પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે એટલે શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી ગળું દબાવી દીધું હતું. સાસુ- સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

થોડા સમય બાદ સમાધાન થતા તેઓ ફરી સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ પતિનો વાસનાનો કીડો ફરી સળવળી ઉઠ્યો. તે માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ પત્નીએ ના પાડતા ઝઘડા શરૂ થઈ ગયા. પતિના માતા-પિતા બાળકને લઈ તેઓ ઉત્તરપ્રદેશ વતન જતા રહ્યા હતા અને બાળક સાથે વાત કરાવતા ન હતા. આખરે મહિલાએ આ બધાથી કંટાળીને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

You cannot copy content of this page