Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના આંગણે આ કંપની બનાવશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય

જામનગર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. જેના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રૂપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 280 એકર જમીન પર આકાર લેશે.

પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જામનગરમાં તૈયાર થશે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને ‘ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ તરીકે ઓળખવામાં આવશે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસેથી તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે.

આ પ્રાણી સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લું રહેશે અને તે વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. કોવિડ-19 રોગચાળાને કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ, જો રોગચાળાને કારણે વધારે વિલંબ નહીં થાય તો આ પ્રોજેક્ટ બે વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી છે.

જામનગરમાં આવેલું રેસ્ક્યુ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે અને તે આમ જનતા માટે ખૂલ્લું રહેશે નહીં. રેસ્ક્યુ સેન્ટર આર.આઈ.એલ.ની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે અને ઇજા પામેલા કે માનવ સાથે સંઘર્ષમાં આવેલા દિપડાઓ જેવા માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે ગુજરાત સરકારના વન વિભાગને કરવામાં આવેલી સહાય છે.

પરિમલ નથવાણી વધુમાં જણાવ્યું હતું કે, આજકાલ માનવ અને વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતાં સંઘર્ષ નિવારવા ગુજરાતના વન વિભાગ માટે મોટો પડકાર છે. આ રેસ્ક્યુ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ઘણું જ સહાયરૂપ બનશે. એનિમલ રેસ્ક્યુ સેન્ટર ગુજરાત સરકારની સંપત્તિ છે અને આર.આઈ.એલ. જવાબદાર સત્તાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરશે.

જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝૂ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં આવેલી રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા આ ઝુ વિકસાવવામાં આવશે એમ. કે. દાસે તેવી રજૂઆત કરતી વખતે આ જાહેરાત કરી હતી. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય 280 એકર જમીન પર આકાર લેશે.

You cannot copy content of this page