Only Gujarat

Religion

આ એક મંત્રમાં છુપાયેલું છે ધનવાન બનવાનું રહસ્ય, થઈ જશે યુગ યુગ સધી બેડો પાર

જીવનમાં દરેકને પૈસાદાર બનવું હોય છે. તે માટે તેઓ અનેક નુસખા અપનાવી લેતા હોય છે. આજે અમે તમારા માટે એવો એક મંત્ર લાવ્યા છીએ જેની એક માળા કરવાથી તમે અઢળક સુખ અને ધન મેળવી શકો છો. ધનવાન બનવું અને આવનારી પેઢીને સારું જીવન આપવું એ દરેકને ગમે છે.

દરેકને હોય છે ધનની ઇચ્છા
તમારા સંબંધીઓમાં શું કોઇ એવું છે જે એમ કહેતું હોય કે તે પોતાની જિંદગીથી સંતુષ્ટ છે. જીવનમાં તેને બધું મળી ગયું છે. તેની પાસે જેટલી પણ ધન-દોલત છે તે તેના માટે પૂરતી છે. મારા ખ્યાલથી આવી વાત કહેનારું કોઇ નથી. જો કોઇ હોય તો તે સંત-મહાત્મા હશે જે દુનિયાથી દૂર થઇને ભગવાનને જ બધું માનતા હશે. કોઇ વધારે અમીર હોય છે તો કોઇ વધારે ગરીબ. કોઇ સડક પર ધક્કા ખાય છે તો કેટલાક લોકો એવા હોય છે જેની પાસે જીવન ચલાવવા લાયક રૂપિયા છે. પોતાની ઇચ્છાઓને પૂરી કરવા માટે તેને રાહ જોવી પડે છે.

તમને જોઇએ છે રૂપિયા?
જો તમે એ લોકોમાંના છો જે ખૂબ જ વધારે ધનની આશા રાખે છે અને ન ફક્ત પોતાને માટે પણ પોતાની આવનારી પેઢીને માટે પણ આ વાત વિચારે છે તો અમે તમારા માટે એક મંત્ર લાવ્યા છીએ. હિન્દુ શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉપાય છે, જો તેને ઉપયોગમાં લેવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને સુખ મળે છે. આ શાસ્ત્રોમાં અમે ધન પ્રાપ્તિના પણ અચૂક ઉપાય છે. શાસ્ત્રો અનુસાર મા લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે. માની ઉપાસના કરનારો વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ રહે છે. તેને કંગાળીનો સમય જોવો પડતો નથી.

આદિત્ય મંત્ર
મા લક્ષ્મી સિવાય આદિત્ય દેવ એટલે કે ભગવાન સૂર્યની ઉપાસના પણ ધન પ્રાપ્તિને માટે સફળ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે જે ઘરમાં આદિત્ય મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે પરિવારમાં એક હજાર વર્ષ સુધી ગરીબી આવતી નથી. તન-મન અને ધનથી સમૃદ્ધિ બની રહે છે.

આ છે મંત્ર
ધન પ્રાપ્તિનો મંત્ર આ પ્રકારે છે –  “जन्मान्तर सहस्त्रेषु, दारिद्रयं नोपजायते”।  આ મંત્રનો જે પણ વ્યક્તિ સાચા ઉચ્ચારણ સાથે જાપ કરે છે તે યુગો સુધી પોતાની આવનારી પેઢીને ધન દોલતનો સમુદ્ર આપે છે.

આ રીતે કરો જાપ
આદિત્યમંત્રનો જાપ કરવા સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું. રોજના કામથી નિવૃત્ત થઇને શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂર્વ દિશાની તરફ મોઢું રાખીને બેસવું અને સાથે મંત્રનું સાચું ઉચ્ચારણ લઇને જાપ કરવો.

એક માળા કરો
શાસ્ત્રોમાં દરેક મંત્રની 108 એટલે કે એક માળા કરવાનું શુભ ગણાય છે. તમે આદિત્ય મંત્રને પણ ઓછામાં ઓછી એક માળા જરૂર કરો. તમારી ઇચ્છા હોય તો તમે 2 કે 3 માળા પણ કરી શકો છો.

You cannot copy content of this page