Only Gujarat

Religion

સિંહનું વાર્ષિક રાશિફળ: સંપત્તિ મામલે ચિંતા ઉપજાવે તેવું વર્ષ, શનિ ધારેલા કાર્યો પૂર્ણ કરાવશે

ગુરુ ગ્રહની દૃષ્ટિએ જોતાં વર્ષના પ્રારંભે મકર રાશિમાં રહેલો ગુરુ આપને વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવશે. આર્થિક દૃષ્ટિએ ગુરુ આપને મદદ કરશે. લોકોનો સ્નેહ આપના માટે બનેલો રહે. મકર રાશિમાં શનિનું ભ્રમણ આપના છઠ્ઠા સ્થાનેથી રહેશે જેના ફળ સ્વરૂપે આપના વિરોધી ઉપર આપનું વર્ચસ્વ બનેલું રહે. ઓગસ્ટ 2021 સુધી શનિ આપના ધારેલા કાર્યો પરિપૂર્ણ કરાવે. શનિ મહારાજ આપને આ વર્ષે તમામ પ્રકારના આશીર્વાદ આપશે.વૃષભ રાશિમાં દસમા સ્થાને રહેલ રાહુ અપના માટે લાભકારક બની શકે છે. રાહુનું આ ભ્રમણ આપની વિકટ પરિસ્થિતિનું સમાધાન કરાવી શકે છે.

આ વર્ષ દરમિયાન આપનો અંતરાત્મા તૃપ્ત હશે. જેના કારણે આપને કોઈ સમસ્યા નહીં હોય. આપનું મન સ્થિર હોવાથી યોગ્ય નિર્ણયો લઇ શકો છો. આર્થિક દૃષ્ટિએ આવનારું આ વર્ષ ઘણું સારું રહેશે. આપના નાણાંના આયોજનો આપને લાભ કરાવી જાય. વર્ષના મધ્ય ભાગ પછી હોસ્પિટલ કે અન્ય કોઈ એવા સ્થાને નાણાંનો વ્યય થશે કે જ્યાંથી તે પરત ન આવી શકે. વર્ષના પ્રારંભમાં આપના પરિવારમાં ખુશીનો મહોલ બનવાથી આપના વૈવાહિક જીવન સમૃદ્ધ બની શકે છે. જો પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ થયો હશે તો તેનું સુખદ નિરાકરણ આવી શકે છે. જો આપ અપરિણીત હો તો આ વર્ષે લગ્નનો યોગ બને છે. આપના દાંપત્ય જીવનમાં ખૂબ પ્રેમ અને મધુરતા બનેલી રહેશે જેના કારણે આપ વધુ પ્રસન્ન રહી શકો છો.

વર્ષના પ્રારંભથી જ આપનું સ્વાસ્થ્ય એટલું સારું હશે કે આપને સ્વાસ્થ્યની ચિંતા નહીં સતાવે, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી ઢીંચણ તેમ જ સાંધાના દુખાવાની ફરિયાદ અવારનવાર રહ્યા કરશે. પોતાના ખાવાપીવામાં તેમ જ દિનચર્યામાં સાવધાની રાખવી. આપના સંતાનોનું સ્વાસ્થ્ય આ વર્ષ દરમિયાન સારું રહેવાથી આપની ચિંતામાં અવશ્ય ઘટાડો થશે. ઇચ્છિત સંતાનપ્રાપ્તિના યોગો પણ આ વર્ષે બને છે. જે મિત્રો ઈજનેરી શાખામાં છે, તેઓને અભ્યાસ વિલંબથી પૂરો થતો જોવા મળે.

નોકરીમાં આવનારું વર્ષ મધ્યમ ફળદાયી બની શકે છે. આપનો સ્વભાવ તેમ જ અહંકાર આપને વધુ ઠેસ પહોંચાડી શકે છે. આ વર્ષે વારંવાર નોકરી બદલવાના યોગો તેમ જ બોસ કે મેનેજરની નારાજગીનો સામનો કરવો પડે. વર્ષના મધ્ય ભાગ પછી આપની આવકમાં વધારો થતો જોવા મળે. આપનો બીજો વ્યવસાય પણ પ્રગતિના પંથે જશે. ખેતીના કામકાજમાં ધ્યાન આપવું. સંપત્તિના મામલે આ વર્ષ આપને વધુ ચિંતા ઉપજાવે તેવું બની શકે છે. આપે ખરીદેલી કોઈ જમીન અથવા મકાન આપને ફાયદો પહોંચાડે. આ વર્ષે નવી સંપત્તિમાં રોકાણ ફાયદાકારક થઇ શકે છે. આપના શત્રુઓનો આપને આંતરિક સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. જો આપના શત્રુઓને ન સમજવાની ભૂલ કરશો તો આપને મોટી મુશ્કેલી થઇ શકે છે.

આવનારું વર્ષ આપનો સમય પ્રેમ સંબંધોમાં સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન કરી શકે છે. કોઈ વ્યક્તિ આપને મીઠું બોલી પોતાની તરફ આકર્ષી આપને મુસીબતમાં નાખી શકે છે. આવનારા સમયમાં વિદેશથી આપને લાભ કે સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. જો આપ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્ન કરી રહ્યા છો તોે સફળતા મળી શકે છે. આ વર્ષ બહેનો માટે આત્મવિશ્વાસથી સભર થઇ શકે છે. આપનું ભાગ્ય પ્રબળ થતું જણાય. આપની આંતરિક શક્તિઓને વિકસાવી શકો છો.

સિંહ રાશિના મિત્રોએ પોતાના જીવનની મુશ્કેલીઓ સમાપ્ત કરવા માટે શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરવું અથવા કોઈ વિદ્વાન ભૂદેવ પાસે આ પારાયણ કરાવવું. ભગવાન બાળ ગોપાલને ગંગા-જમુનાના જળથી કેસર મિશ્રિત કરી સ્નાન કરાવવું તેમ જ નિત્ય મિસરીનો ભોગ ધરવો.

You cannot copy content of this page