Only Gujarat

FEATURED National

UPSC સિવિલ સર્વિસીઝનું રિઝલ્ટ જાહેર, ટોપર પ્રદિપ સિંહે આ રીતે મારી બાજી

યુનિયન પબ્લિક સર્વિસ સમિશન(UPSC)એ સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન 2019નું રિઝલ્ટ મંગળવાર 4 ઓગસ્ટે જાહેર કર્યું છે. આ રિઝલ્ટમાં પ્રદીપ સિંહ ટોપર રહ્યાં. બીજા નંબર પર જતિન કિશોર અને ત્રીજા નંબર પર પ્રતિભા વર્મા રહી. લિખિત પરિક્ષા અને ઇન્ટરવ્યૂ બાદ એપોઇમેન્ટ માટે કુલ 829 કેન્ડિડેટ્સ ચૂંટાયા હતા. જેમાંથી જનરલના 304 EWSના 78, ઓબીસીના 251 અને SCના 129 અને STના 67 કેન્ડિડેટ્સ છે.

મેરિટ લિસ્ટમાં પહેલા નંબર પર હરિયાણાના સોનીપતના ખેડૂત પરિવારના પ્રદીપ સિંહ છે. જ્યારે 26માં સ્થાન પર પણ પ્રદિપ સિંહ નામના કેન્ડિડેટ્ છે જે મૂળ બિહારના છે અને હાલ તેનો પરિવાર ઇન્દોરમાં રહે છે. પ્રદીપ બે વર્ષ પહેલા પણ યુપીએસસીમાં સફળ રહી ચૂક્યા છે. 2017માં પ્રદીપે UPSCની તૈયારી શરૂ કરી હતી. તેમના પિતા મનોજ સિંહ પેટ્રોલ પંપ પર કામ કરે છે અને તેઓએ પુત્રને IAS બનાવવા માટે પોતાનું ઘર પણ વેંચી દીધું હતું.

બે વર્ષ પહેલા એટલે કે 2018માં યોજાયેલી UPSC પરીક્ષા પ્રદીપ સિંહે પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી લીધી હતી. એ સમયે પ્રદીપની ઓલ ઇન્ડિયા રેન્ક ( AIR) 93 હતો. પરીક્ષામાં સફળ થયા બાદ પ્રદીપને અપોઇમેન્ટ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ ( IRS)માં થઇ છે. તેઓ વર્તમાનમાં ઇન્કમટેક્સ વિભાગમાં આસિસ્ટેન્ટ કમિશનર તરીકે પદસ્થ છે. રજા લઇને તોએ ફરી UPSCની તૈયારી કરી રહ્યાં હતા.

ઇન્દોરના લસુડિયા વિસ્તારમાં ઇંડસ સેટેલાઇટમાં રહેતા પ્રદીપ સિંહના પિતા પેટ્રોલ પંપ પર જોબ કરતાં હતા. અનેક મહિના પહેલા તેમની નોકરી છૂટી ગઇ હતી. બેડમિન્ટનના શોકીન પ્રદીપ સિંહે રોજ 16થી 18 કલાક અભ્યાસ કર્યો હતો. ક્યારેય મિત્રના લગ્નમાં જઇ શક્યા તો ક્યારેય 56 દુકાન અને સરાફાને મિસ કર્યા. સામાન્ય રીતે સ્ટુડેન્ટ્સ ગ્રેજ્યુએશન બાદ યુપીએસસીની તૈયારી શરૂ કરે છે પરંતુ પ્રદિપે ગ્રેજ્યુએશન કરતી વખતે જ પોતાના લક્ષ્ય માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. દેવિ અહિલ્યા યુનિવર્સિટીમાંથી બીકોમ ઓનર્સના અભ્યાસ દરમિયાન જ પ્રદીપ રાતે જાગીને 8-8 કલાક યુપીએસસીની તૈયારી કરતાં હતા.

પ્રદિપનું કહેવું છે કે તેમનું લક્ષ્ય IAS બનવાનું હતું. 2018માં યુપીએસસી ક્લિયર થ જાત પરંતુ માત્ર એક રેન્કથી રહી ગયા હતા. પ્રદીપ પાસે એ સમયે IPS બનવાનો પણ વિકલ્પ હતો પરંતુ તેઓએ એ વિકલ્પને પસંદ ન કર્યો અને ફોરેન્સ સર્વિસ જોઇન કરી પછી તૈયારી મારે રજા લઇ લીધી અને 2020માં પોતાનું સપનું પૂરું કર્યું. ગત વખતે 93માં રેંક હોવાને કારણે આઇએએસ બનતા રહી ગયા બાદ પ્રદિપે કહ્યું કે ખુબ જ તણાવમાં હતા પરંતુ ક્યારેક બેડમિન્ટન રમી તણાવ દૂર કર્યો તો ક્યારેક પસંદગીની ફિલ્મ જોઇને.

પ્રદિપના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. તેમના માટે પ્રદિપના અભ્યાસનો ખર્ચ ઉપાડવો સરળ ન હતો. આ અંગે પ્રદિપનું કહેવું છે કે મારા પિતાએ ખુબ જ સંઘર્ષ કર્યો અને સફળતાનો શ્રેય તેમને જ જાય છે. અનેક વિપરીત પરિસ્થિતિ પણ આવી પરંતુ હવે હું તેના પર વધુ વાત કરવા નથી માગતો.

પ્રદીપનું કહેવું છે કે તૈયારી માટે તેઓનું દિલ્હી જવું જરૂરી હતું. પરંતુ ટુંક સમયમાં તેને અનુભવ થઇ ગયો કે પરીક્ષા તેઓએ સેલ્ફ સ્ટડીના જોરે જ પાસ કરી શકે છે. સમય-સમય પર તેઓએ કોચિંગની પણ મદદ લીધી. પરંતુ તૈયારી મોટાભાગે સેલ્ફ સ્ટડીની મદદથી જ પુરી કરી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page