Only Gujarat

FEATURED National

કોરોના બન્યો રક્ષાબંધનમાં વિલન, PM મોદીની મુસ્લિમ બહેને કુરિયરમાં મોકલવી પડી રાખડી

કરાચીઃ રક્ષાબંધનના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહેન કમર મોહસિને પાકિસ્તાનથી તેમને રાખડી મોકલી છે. કમરે જણાવ્યું છે કે, આ કોરોના કાળમાં તે સૌથી પહેલા તેમના ભાઇની રક્ષા ઇચ્છે છે.


કમર મોહસિને જણાવ્યું કે, “જો દેશની સ્થિતિ સારી હોત અને કોરોનાનું સંકટ ના હોત તો ચોક્કસ તેવો તેમને આ પર્વ પર દિલ્લી બોલાવત. જો કે આ વખતે કોરોના સંકટના કારણે કમરે કુરિયરથી રાખડી મોકલી દીધી છે અને તેમના મંગલમય અને દીઘાર્યુ જીવનની કામના કરી છે”. તેમણે જણાવ્યું કે, “તે અલ્લાહને તેમના સારા સ્વાસ્થ્ય માટે દુવા કરે છે.”

ભાઇના શ્રેષ્ઠ જીવનની કામનાઃ કમરે શુભકામના સાથે રાખડી મોકલી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, “મને એવું લાગે છે કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગથી તેમની સાથે વાત ચોક્કસથી કરશે. એક બહેન હંમેશા ભાઇનું મંગલ જ ઇચ્છે છે અને તેના માટે હંમેશા દુઆ કરે છે. હું તેમના કાંડા પર રાખડી બાંધત પરંતુ કોરોનાની સ્થિતિના કારણે દિલ્હી આવી શકે તેમ નથી.

25મી રક્ષાબંધને પ્રત્યક્ષ રાખડી ન બાંધી શક્યાનો રંજઃ કમરને એ વાતનો રંજ પણ છે કે, આ વર્ષ તેમની આ 25મી રક્ષાબંધન છે અને આ અવસરે તે તેમને પ્રત્યક્ષ રાખડી નહીં બાંધી શકે.તેમણે જણાવ્યું હતું, “તે હંમેશા માટે એક જ પ્રાર્થના કરે છે કે, મોદીજી સારી રીતે દેશની સેવા કરતા રહે અને દેશવાસીઓના આશિષ મેળવતા રહે . મહામારીની સ્થિતિને જે રીતે નરેન્દ્ર મોદીએ સંભાળી છે, તેની કમરે પ્રશંસા કરી હતી.

મહામારીમાં કાર્યશૈલીની કરી પ્રશંસાઃ તેમણે જણાવ્યું કે, આ સંકટની ઘડીમાં તેમણે જે રીતે પરિસ્થિતિ સામે લડત આપી છે. તે કાબિલે તારીફ છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારીના શરૂઆતમાં જ કેટલાક જરૂરી પગલા ન લીધા હોત તો આજે હાલત વધુ ખરાબ હોત. કમર મોહસિને રક્ષાબંધનના અવસરે પદ્મશ્રી ગરેંન્દ્ર પટેલની લખેલું એક પુસ્તર પણ ભેટ રૂપે મોકલ્યું છે.

You cannot copy content of this page