Only Gujarat

FEATURED Sports

કરોડ રૂપિયાની વોચ કરતાં પણ વધુ સ્ટાઈલિશ છે હાર્દિક પંડ્યાના આ શૂઝ, જાણો તેની કિંમત

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા સગાઈ બાદ બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશાં તેની સ્ટાઈલ અને મોંઘી બ્રાન્ડ્સના કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાર્દિક પંડ્યાને લેવિશ લાઈફસ્ટાઈલ ખૂબ જ પસંદ છે. હાર્દિક પંડ્યાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાએ મોડલ નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી હતી.

થોડા દિવસ પહેલાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યાએ ઉપરથી નીચે સુધી આઈકોનિક લગ્ઝરી ફેશન બ્રાન્ડ્સ કેરી કરી હતી. તેની બ્લેક કલરની ટી-શર્ટ ફ્રેન્ચ લગ્ઝરી ફેશન બ્રાન્ડ બાલમેઈનની હતી. તેણે પોકેટ્સવાળુ બ્લેક ટાઈટ પેન્ટ પહેર્યું હતું. હાર્દિક પંડ્યા આ તસવીરોને કારણે ચર્ચામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાર્દિક પંડ્યાએ બ્લેક કલરના શેડ્સ અને તેની ફેવરિટ ટ્રેડમાર્કવાળી 1 કરોડ રૂપિયાની Patek Phillipe Nautilusની વોચ પહેરી હતી. પરંતુ તેણે જે બૂટ પહેર્યાં હતા તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

ક્રિકેટર હાર્દિકે જે સ્નીકર્સ પહેર્યાં હતા તે કાળા કલરના હતા અને તેની આગળની બાજુએ સિલ્વર કલરના સ્પાઈક્સ હતા. આ સ્નીકર્સ જાણીતા ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર Christian Louboutin દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા હતાં. બ્લેક કલરના સ્નીકર્સ કાફસ્કિન લેધરથી બનાવવામાં આવ્યા હતા જે અલગ ફીલિંગ આપી રહ્યા હતા.

જો આ બૂટની વાત કરીએ તો, Christian Louboutinની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, આ બૂટની કિંમત 995 ડોલર એટલે કે અંદાજે 71 હજાર રૂપિયા છે. ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સની સાથે આ બૂટની કિંમત અંદાજે 1 લાખ રૂપિયાની આસપાસ હોય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page