Only Gujarat

Bollywood

ગુજરાતણ એવી રશ્મિ દેસાઈ ‘બિગ બોસ’ બાદ અહીંયા જોવા મળી પહેલી જ વાર, ચાહકોએ દિલ ખોલીને કર્યાં વખાણ

મુંબઈઃ ‘બિગ બોસ’ની સીઝન 13 પૂરી થયાને અઠવાડિયું થઈ ગયું છે. આ દરમિયાન શોની સ્પર્ધક રહી ચૂકેલ રશ્મિ દેસાઇ મુંબઈમાં બાંદ્રાની એક રેસ્ટોરેન્ટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન રશ્મિ જીન્સ-ટીશર્ટમાં જોવા મળી અને તેના ચહેરા પર જરા પણ મેક-એપ ન હતો. જોકે, રશ્મિનો મેક-અપ વગરનો લુક જોઇ સોશિયલ મીડિયા યુઝર્સે તેના દિલ ખોલી વખાણ કર્યાં છે. એક યુઝરે કહ્યું હતું, એવું લાગે છે કે, રશ્મિની ઉંમર અટકી જ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ‘બિગ બૉસ’ સીઝન 13માં રશ્મિએ ટૉપ-3 સુધીની સફર કરી. ગ્રાન્ડ ફિનાલેમાં તે અસીમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લા બાદ ત્રીજા નંબર પર હતી.

બાંદ્રા સ્થિત એક રેસ્ટોરેન્ટની બહાર હટકે અંદાજમાં જોવા મળી રશ્મિ દેસાઇ. ‘બિગ બૉસ’માંથી બહાર આવ્યા બાદ આમ પહેલીવાર જાહેરમાં દેખાઇ રશ્મિ.

140 દિવસ બાદ માતાને જોઇ રડી પડી હતી રશ્મિઃ ‘બિગ બૉસ’ના ઘરમાં 140 દિવસ બાદ માતાને જોઇ રશ્મિ ઇમોશનલ બની ગઈ હતી. આ જોઇ સલમાને પણ કહ્યું હતું કે કેવી રોતડી દીકરી પેદા કરી છે તમે. જેના જવાબમાં રશ્મિની માતાએ સલમાનને કહ્યું હતું કે તેનું માત્ર એક જ કામ છે, રશ્મિ. જેના જવાબમાં સલમાને પણ કહ્યું હતું કે રશ્મિનું પણ બસ એક જ કામ હતું, જે હવે જતું રહ્યું. અહીં સલમાનનો ઈશારો અરહાન ખાન તરફ હતો, જે શોમાંથી નીકળી ગયો હતો.

13 ફેબ્રુઆરી, 1986 ના રોજ અસમના નગાંવમાં જન્મેલી રશ્મિ દેસાઇનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. ટીવી સીરિયલ્સમાં કામ શરૂ કર્યા પહેલાં રશ્મિ ભોજપુરી, બંગાળી, મણિપુર અને અસમી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, આ ઉપરાંત તે સલમાન ખાન સાથે એડમાં પણ દેખાઇ ચૂકી છે. રશ્મિ દેસાઈ મૂળ ગુજરાતની છે.

રશ્મિ દેસાઇએ ફેબ્રુઆરી 2012માં તેના કો-સ્ટાર નંદીશ સંધુ સાથે ધૌલપુરમાં લગ્ન કર્યાં હતાં. બંને ટીવી શો ‘ઉતરન’ના સેટ પર મળ્યાં હતાં અને સંબંધો આગળ વધ્યા હતા. જોકે, લગ્નના બે વર્ષ બાદ જ બંનેના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લઈ લીધા.

રશ્મિએ ડિવોર્સ બાદ નંદીશના કાસાનોવા નેચરને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે નંદીશ રશ્મિના પજેસિવ નેચરથી કંટાળ્યો હતો.

રશ્મિ અને નંદીશ વચ્ચે ઘણા સમયથી અંતર વધી રહ્યું હતું, પરંતુ રશ્મિએ સંબંધોને બીજી તક આપવાનું વિચાર્યું. બંને 2015માં પહેલાં ‘નચ બલિયે’ અને પછી રિયાલિટી શો ‘ફિયર ફેક્ટર’માં સાથે જોવા મળ્યાં. રશ્મિએ શોમાં આ વાત સ્વીકારી લીધી હતી કે તેમની વચ્ચેના સંબંધોમાં ઘણીવાર સ્થિતિ ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી પરંતુ પછી સંબંધોને ફરી તક આપવાનું વિચાર્યું. આ જ શોમાં રશ્મિએ તેના મિસકેરેજની વાતનો પણ ખુલાસો કર્યો.

આ સીરિયલમાં કામ કરી ચૂકી છે રશ્મિ: ‘પરી હૂં મૈં’, ‘શ્શ્શ.. ફિર કોઇ હૈ’, ‘કૉમેડી સર્કસ’, ‘મહાસંગ્રામ’, ‘જરા નચકે દિખા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘બિગ મની’, ‘કિચન ચેમ્પિયન સીઝન 2’, ‘કૉમેડી કા મહામુકાબલા.’

આ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે રશ્મિ: રશ્મિ દેસાઇએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘બલમા બડા નાદાન’, ‘ગજબ ભઈલ રામા’, ‘કબ હોઇ ગૌના હમાર’, ‘ગબ્બર સિંહ’, ‘પપ્પૂ કે પ્યાર હો ગઈલ’, ‘તોહસે પ્યાર બા’, ‘બંધન ટૂટે ના’, ‘પ્યાર જબ કેહૂ સે હોઇ જાલા’, ‘શહર વાલી જાન મારેલી’, ‘ઉમરિયા કઈલી તોહરે નામ’ અને ‘સોહાગન બના ધ સજના હમાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page