Only Gujarat

Bollywood FEATURED

‘સોનુ’ને કેવી રીતે મળ્યું ‘તારક મહેતા’માં કામ? ભાઈને કારણે આવી એક્ટિંગમાં

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુસેનાના બાળ કલાકારોનો નટખટ અંદાજ દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ટપુસેનાની સભ્ય સોનૂ ભીડેએ તેની એક્ટિંગથી લોકોના દિલ પર ખાસ છાપ છોડી હતી. સોનુ ભિડેનો રોલ પલક સિધવાનીએ કર્યો હતો. તેમને તારક મહેતા સીરીયલ પહેલાં વેબ સીરીઝ માં પણ કામ કર્યું હતું. ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તારક મહેતામાં સોનુનો રોલ તમને કેવી રીતે મળ્યો હતો.

તેમણે કહ્યું કે, ‘તેમનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ દ્વારા કરવામાં આવ્યો હતો.’ પલકે કહ્યું કે, ‘મેં એક વેબ સીરીઝમાં કામ કર્યું હતું, હોસ્ટેજેસ, વેબ સીરીઝમાં તારક મહેતાના કાસ્ટિંગ ડિરેક્ટર મને પહેલીવાર જોઇ હતી અને તે પછી ઇન્સ્ટાગ્રામ પર તેમને મને શોધી અને મને મેસેજ કર્યો હતો. તેમણે મને પૂછ્યું હતું કે, પલક શું તમે ટીવી માં કામ કરવા માટે ઇન્ટરેસ્ટેડ છો? તે સમયે મારી એક્ઝામ ચાલી રહી હતી. મેં કહ્યું હતું કે હું ઇન્ટરેસ્ટેડ છું પણ બે મહિના પછી ઓડિશન માટે આવી શકીશ.’

પલકે જણાવ્યું કે, ‘તે પોતાની એક્ઝામ છોડી ઓડિશન માટે નથી જઈ શકતી એટલે તેમણે કાસ્ટિંગ ડિરેક્ટરને કહ્યું કે બે મહિના પછી ચાલુ હોય તો તે જણાવી દે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સૌભાગ્ય થી બે મહિના પછી ઓડિશન ચાલી રહ્યું હતું.

મેં ઓડિશન આપ્યું અને પાંચ છ દિવસ પછી તેમના તરફથી મને કોલ આવ્યો કે મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ પછી જે નોર્મલ પ્રોસેસ હોય છે બે-અઢી મહિના ચાલી. તેમાં મોક શૂટ હતાં, લુક ટેસ્ટ, પર્સનલ મિટિંગ થઈ અને મને ફાઈનલી તે રોલ મળી ગયો.

પલક સિધવાનીના મોટાભાઈ હર્ષિત સિધવાની એડવર્ટાઇઝની દુનિયામાં પોતાનું નામ કમાઈ રહ્યા છે. પલકે ઘણાં ઇન્ટરવ્યુમાં આ વાતનું ઉલ્લેખ કર્યો છે કે, ‘તેમને એક્ટિંગનો શોખ તેમના ભાઈને જોઈને થયો હતો.

તે હર્ષદ સાથે એક દિવસ શૂટિંગ પર ગઈ હતી અને તેમની વેનિટી વેનને જોઈ તેમનું મન થયું કે તેમની પાસે પણ આવી વેનિટી વેન હોવી જોઈએ. તે વેનિટી વેનની ઇચ્છાએ તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ સુધી પહોંચાડ્યા હતા.

You cannot copy content of this page