Only Gujarat

FEATURED National

ચેન્જિંગ રૂમનો આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, આ રીતે મહિલાને મોકલી ટ્રાયલ રૂમમાં અને…

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ઇન્દ્રપુરી વિસ્તારમાં સુપર માર્કેટમાં મહિલા ગ્રાહકને પુરુષ ટ્રાયલ રૂમમાં મોકલી દીધી. આટલું જ નહીં, એક કર્મચારી ઉપરથી જોતો પણ હતો. જો કે બાજુના રૂમમાંથી એક ગ્રાહકે અવાજ કરતા મહિલા સતર્ક થઇ ગઇ. ત્યારબાદ આ ઘટનાના પગલે જોરદાર હોબાળો થયો. મહિલાએ પતિને બોલાવીને આરોપીની જોરદાર ધોલાઇ કરાવી અને ત્યારબાદ પોલીસના હવાલે કરી દેવાયો.

પુરૂષ ચેન્જ રૂમમાં કપડા ટ્રાય કરતી હતી મહિલાઃ 37 વર્ષની મહિલા પિપલાની પોલીસ વિસ્તારમાં કર્મનગરમાં રહે છે. તે વ્યવસાયે શિક્ષિકા છે. તેમણે જણાવ્યું કે બપોરના સમયે તે ઇન્દ્રપુરીની સુપર માર્કેટમાં ગઇ હતી. તેમણે ચેન્જિગ રૂમ વિશે પૂછ્યું તો કર્મચારી જણાવ્યું કે મહિલાઓના બંધ છે. આ ત્રણ ખુલ્લા છે. તેને યૂઝ કરી શકો છો. શિક્ષિકા કપડાં લઇને ટ્રાયલ રૂમમાં જતી રહી. થોડા સમય બાદ બાજુ વાળા ચેન્જિંગ રૂમમાં એક યુવકે બૂમ પાડી, કોણ જોઇ રહ્યું છે? મહિલાએ તરત જ ઉપર જોયું તો એક વ્યક્તિ જોઇ રહી હતી. મહિલાએ યુવકની મદદથી આરોપી શખ્સને પકડી લીધો. પહેલા તો તે માફી માંગવા માંડ્યો. જોકે, ત્યારબાદ તે અકડ દેખાડવા લાગ્યો.

100 નંબર પર કર્યો કોલઃ મહિલાએ 100 નંબર પર અને પતિને બંને જગ્યાએ કોલ કર્યાં. આ સમયે માર્કેટના બધા રૂમ બંધ થઇ ગયા હતા. મહિલાએ જણાવ્યું કે, ચેન્જિંગ રૂમની પાછળ જવાનો રસ્તો નથી. મારા ટ્રાયલ રૂમની પાસે એક બોક્સ રાખ્યું હતું. જેના પર ચઢીને સરળતાથી અંદર જોઇ શકાય તેમ હતું. જે કર્મચારી ટ્રાયલ રૂમમાં જોઇ રહ્યો હતો તેમણે જ પુરૂષ ટ્રાયલ રૂમમાં મહિલાને મોકલી હતી. ટ્રાયલ રૂમનો ઉપરનો ભાગ ખુલ્લો હતો. આ ઘટના મુદ્દે પોલીસના કહ્યાં મુજબ લેખિત અરજી કરાઇ છે.


પતિએ કહ્યું, ‘ઘટના ગંભીર છે એફઆઇઆર ચોક્કસ કરાવીશું’: સુપર માર્કેટના મેનેજરે જણાવ્યું હતું કે તેઓ સુપર માર્કેટના કર્મચારી સામે કાર્યવાહી કરશે પરંતુ એફઆઇઆર ન લખાવો. જો કે મહિલાના પતિએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આરોપીને આ રીતે છોડી ના શકાય. તેઓ તેના વિરૂદ્ધ એફઆઇઆર જરૂર કરીશું.

આરોપી કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકાયોઃ સુપર માર્કેટના જનરલ મેનેજર ઓપરેશન્સ રોહિત ધોલપુરે જણાવ્યું હતું કે ઘટના બાદ તરત જ તેમણે આરોપીને નોકરીમાં હટાવી દીધો હતો. પોલીસને પણ ઘટનાની સંપૂર્ણ જાણકારી આપી દેવાઇ હતી. તેમના તરફથી જે પણ મદદની જરૂર હશે તે તેઓ કરશે. મહિલાને જે પણ મદદ જોઇતી હશે, તેઓ સહકાર આપશે.આ હરકત સહન કરી શકાય તેમ નથી. કંપની મહિલાની સાથે છે.

ટ્રાયલ રૂમ યુઝ કરતા પહેલા સાવધાની જરૂરીઃ -ટ્રાયલ રૂમ જો કોઇ પણ સાઇડથી ઓપન હોય તો યૂઝ ન કરો -દરવાજા યોગ્ય રીતે બંધ થાય છે કે નહીં ચેક કરો. – ટ્રાયલ રૂમને અંદરથી એકવાર ચેક કરી લો – ટ્રાયલ રૂમમાં કોઇ પ્રકારના હિડન કેમેરા નથી ને? તે ચેક કરો

You cannot copy content of this page