Only Gujarat

National

મહિલા ટીચરે દર્દનાક સુસાઈટ નોટ લખી, આત્મહત્યાનું કારણ જાણી બધા હચમચી ગયા

પતિના ફોટો પર લખ્યું- હું બેવફા નથી. હથેળી પર લખ્યું- હું મારી મરજીથી જીવ આપી રહી છું. મમ્મી-પપ્પા, ભાઈ સોરી. મારા મંગળએ મારો જીવ લઈ લીધો. દર્દનાક સુસાઈટ લખી એક ટીચરે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ પણ સુસાઈટ નોટ વાંચીને એક સમયે હચમચી ગઈ હતી.

મૃતક ટીચરના પતિનું કહેવું છે કે પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પિયરવાળાઓનું કહેવું છે કે સાસરિયાવાળાઓએ દીકરીને મારી નાખી છે. પોલીસે હવે મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પણ જેવી રીતે હથેળી અને પતિના ફોટો પર સુસાઈડ નોટ મળી, તેનાથી અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે.

શું હતી ઘટના?
આ મામલો મધ્યપ્રદેશના ભોપાલનો છે. 37 વર્ષીય ટીચર ઈન્દુ સાહુના ત્રણ વર્ષ પહેલાં સુભાષ સાહુ નામના યુવક સાથે થયા હતા. સુષાભ સંગીત ટીચર છે, જ્યારે ઇન્દુ સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર હતી. ગુરૂવારે સુભાષે પોલીસને માહિતી આપી હતી હતી કે તેની પત્ની ઈન્દુએ ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે પોલીસ પહોંચતી ત્યાં સુધી સાસરિયાવાળાએ ઈન્દુની લાશને નીચે ઉતારી લીધી હતી. બપોરે ઇન્દુના પરિવારજનો પહોંચ્યા હતા.

સસરા બાજુના રૂમમાં જ હતા
ઈન્દુના ભાઈ પ્રદીપ સાહુએ જણાવ્યું કે બહેન ઈન્દુને જે રૂમમાં આપઘાત કરી લીધો હતો એ જ રૂમની પાસે તેના સસરા ઈમરતલાલ બેઠા હતા. એવું કેવી રીતે બની શકે કે તેમને ખબર જ ન પડીય ભાઈએ બહેનની હત્યા થઈ હોવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે ઈન્દુના પિતાએ જમાઈ સામે દીકરીના ચરિત્ર પર શંકાર કરી તેને બ્લેકમેઈલ કરતો હોવાની વાત કરી હતી.

જમાઈના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ
ઈન્દુના પિતા મદન સાહુએ જણાવ્યું કે દીકરીનો સવારો ફોન આવ્યો હતો. તેણે બધી વાત કરી હતી. જમાઈના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધો છે. ઉલ્ટુ તે મારી દીકરીના ચરિત્ર પર શંકા કરી તેને બ્લેકમેઈલ કરતો હતો. બે દિવસ પહેલા પણ દીકરીએ કહ્યું હતું કે પતિ પિયર આવવા દેતો નથી. તે ક્યારેય દીકરીને લઈને અમારા ઘરે આવ્યો નથી. તેને નહોતી રાખવી તો છોડી દેવી હતી. દીકરીના હાથમાં જે લખ્યું છે એ તેના સાસરિયાવાળાની કરતૂત છે. મારી દીકરી આવું ન કરી શકે. તેના ગળામાં ઈજાના નિશાન છે, તેની હત્યા કરવામાં આવી છે.

દહેજમાં 16 તોલા સોનુ આપ્યું
મહેન સાહુ વેપારી છે. તેણે કહ્યું કે તેમણે દીકરના ધામધૂમથી લગ્ન કર્યા હતા. દહેજમાં 16 તોલા સોનુ આપીને દીકરી જમાઈને સોંપી હતી. જમાઈને કોઈ વાતની કમી આવવા દીધી નહોતી. આમ છતાં તે મારી દીકરીને બ્લેકમેઈલ કરતો હતો. હામાં જ જમાઈએ દીકરીનું નામ લખીને સુસાઈટ નોટ લખી હતી. તે દીકરીને ધમકાવતો હતો કે તમારું નામ લખીને સુસાઈટ કરી લઈશ. દીકરીને જમાઈ ખૂબ હેરાન કરતો હતો.

સારવાર ન કરાવી, નંબર પણ બ્લેકલિસ્ટમાં નાખ્યો
ઈન્દુના ભાઈ પ્રદીપે આરોપ લગાવ્યો કે બહેનનો પતિ સુભાષ તેની સારવાર કરાવતો નહોતો. પિયરિયાવાળા તેની સાથે વાત ન કરે એટલે તેનો ફોન લઈને અમારા બધાના નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધા હતા. ગુરૂવારે સવારે જ બહેને કહ્યું હતું કે ભાઈ બધુ ઠીક છે. અમે લોકો તેને મળવા આવવાના હતા.

શબઘરથી ભાગ્યો પતિ
મૃતદેહના પીએમ દરમિયાન પતિ સુભાષ સાહુ હોસ્પિટલ પહોંચ્યો હતો. દરમિયાન ઈન્દુના ભાઈએ પિત્તો ગુમાવ્યો હતો. તે તેને મોતનું કારણ પૂછવા લાગ્યો, ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. સુભાષ સિવાય તેના પરિવારનું કોઈ સભ્ય ત્યાં આવ્યું નહોતું.

You cannot copy content of this page