Only Gujarat

FEATURED National

રાતોરાત લોકપ્રિય બનેલા ‘બાબા કા ઢાબા’ના માલિકના ખાતાંમાં 40 લાખથી વધુ રૂ., થયા માલામાલ પણ…

નવી દિલ્હીઃ ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદ અને તેમને સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનાવનાર યૂ-ટ્યૂબર ગૌરવ વાસનના આરોપ-પ્રત્યારોપ હવે વર્ચ્યુઅલ દુનિયાથી કાયદાકીય કાગળો પર આવી ગયા હતા. બાબા હવે લાખોપતિ થઈ ગયા છે. તેમના ખાતામાં 40 લાખથી વધુ રૂપિયા છે.

ગૌરવ વાસને જ હાલમાં જ બાબાના બેંક ખાતાની વિગતો સોશિયલ મીડિયામાં શેર કરી હતી તો બીજી બાજુ, બાબા શુક્રવાર (6 નવેમ્બર) સાંજ સુધી કહેતા હતા કે તેમની પાસે ક્યારે કેટલા પૈસા આવ્યા તેની તેમને જાણ જ નથી. બાબાએ નવું મકાન લઈ લીધું. હવે કહેવામાં આવી રહ્યું છે કે તે ઢાબા માટે નવી જગ્યા પણ જોઈ રહ્યા છે.

દક્ષિણ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યૂ-ટ્યૂબર ગૌરવ વાસને શરૂઆતમાં સોશિયલ મીડિયામાં પોતાના બેંક ખાતાની વિગતો શૅર કરી હતી, જેમાં લગભગ ચાર લાખ રૂપિયા આવ્યા હતા. ગૌરવ વાસને બાબાને બે લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જોકે, 30 થી 40 હજાર રૂપિયા હજી પણ ગૌરવના ખાતાંમાં છે. આ વાત માલવીય નગર પોલીસે બેંક ખાતાઓની કરેલી તપાસમાં સામે આવી છે. ગૌરવ વાસને માત્ર પોતાના બેંક ખાતાની વિગતો શૅર કરી હતી. તેણે પોતાની પત્ની કે અન્ય કોઈ પરિચીતના બેંક ખાતાંની માહિતી આપી નહોતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ગૌરવ વાસને કેટલાક સમય બાદ બાબાના બેંક ખાતાની વિગતો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી હતી. બાબાના બેંક ખાતામાં કુલ મળીને 40 લાખ રૂપિયા આવ્યા છે. પોલીસે બાબાના બેંક ખાતાની ડિટેઈલ્સ કાઢી છે. દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગૌરવ વાસનને એક-બે દિવસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમને પૂછવામાં આવશે કે તેણે શરૂઆતમાં જ કાંતા પ્રસાદના બેંક ખાતા કે અન્ય વિગતો કેમ શેર ના કરી. તેમને બેંક ખાતામાં જે પૈસા છે, તે બાબાના ખાતામાં કેમ ના ટ્રાન્સફર કર્યા. હાલ પોલીસે ગૌરવ અને બાબાના ખાતાને સીઝ કર્યા છે.

You cannot copy content of this page