બહેનથી દૂર રહેવા નહોતી માંગતી આ યુવતી પછી જે કર્યું એ જાણી નવાઈ લાગશે

લાહોરઃ પાકિસ્તાનના મુલ્તાન પ્રદેશમાં એક યુવતીએ પોતાની બહેનના લગ્ન પોતાના જ પતિ સાથે કરાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. પાકિસ્તાનની એક ચેનલે આ એહવાલ સંબંધિત એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં દેખાડવામા આવ્યું છે કે, ફરાઝ નામના એક વ્યક્તિના લગ્ન દોઢ મહિના અગાઉ થયા હતા. અમુક જ સપ્તાહ બાદ પત્ની અલીનાએ પોતાની પિતરાઈ બહેન અલિસ્માના લગ્ન પોતાના પતિ ફરાજ સાથે કરાવી દીધા. આમ અલિસ્ના ફરાજની બીજી પત્ની બની ગઈ.

આ બીજા લગ્ન બાદ પાછળ જે કારણ જણાવવામાં આવી રહ્યું છે તે લોકોને વિચિત્ર લાગી રહ્યું છે. મુલ્તાનના શહેરની આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર આવ્યા બાદથી વાઈરલ થઈ રહ્યો છે. અલીનાએ લગ્નના અમુક સપ્તાહ બાદ જ પોતાના પતિના જ બીજા લગ્ન કરાવ્યા હતા. આ માટે તેણે કહ્યું કે, તેને અલિસ્માથી દૂર રહેવું પસંદ નહોતું અને આ જ કારણે પોતાના પતિના બીજા લગ્ન તેણે અલિસ્મા સાથે કરાવી કાયમ માટે તેને પોતાની પાસે રાખી લીધી હતી.

અલીનાની બહેન અલિસ્માનું પણ આ જ કહેવું છે. અલીનાએ કહ્યું કે, તે પિતરાઈ બહેન અલિસ્મા સાથે બાળપણથી જ રહી છે, તેઓ બંને ક્યારેય દૂર થયા નથી અને આ જ કારણે લગ્ન બાદ બંનેને દૂર થવું ગમી રહ્યો નહોતું. લગ્ન બાદ ઘણા દિવસ સુધી અલિના દુઃખી રહી હતી, તેને પોતાની સાથી બહેન અલિસ્માની યાદ આવતી હતી. જેના કારણે તેને પતિના બીજા લગ્ન અલિસ્મા સાથે કરાવવાનો વિચાર આવ્યો હતો.

પાકિસ્તાની ચેનલે એક વીડિયો જાહેર કર્યો જેમાં ફરાજ પોતાની બંને પત્નીઓ સાથે જોવા મળી રહ્યો છે. ફરાજે લગભગ દોઢ મહિનાની અંદર જ બે લગ્ન કર્યા હતા. બંને બહેનો એકબીજા વગર રહી શકતી ના હોવાથી અલીનાએ પતિ ફરાજ સાથે વાત કરી અને તેને અલિસ્મા સાથે બીજા લગ્ન કરાવવા માટે મનાવ્યો હતો. જોકે ફરાજે જણાવ્યું કે, અલીનાના કહેવા પર અલિસ્મા સાથે લગ્ન કરવાને કારણે તેના બંને પત્નીઓના પરિવારજનો તેના દુશ્મની બની ચૂક્યા છે. આ ઉપરાંત તેને હત્યાની ધમકીઓ પણ મળી રહી છે.

You cannot copy content of this page