Only Gujarat

Sports

ડિવોર્સી મહિલા સાથે લગ્ન કરવામાં ના ખચકાયા આ જાણીતા ક્રિકેટર્સ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ એવા પણ રહ્યાં છે જે અગાઉથી પરણિત હોય તેવી મહિલાના પ્રેમમાં પડ્યા હતા. અમુક તો ડિવોર્સી મહિલા હતી, જ્યારે અમુક લગ્ન બંધનમાં બંધાયેલી હતી. જોકે પરણિત મહિલાના પ્રેમમાં પડ્યા બાદ પણ આ ક્રિકેટર્સે લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર જ પોતાની પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમારી સમક્ષ આવા જ ક્રિકેટર્સની માહિતી રજૂ કરી રહ્યાં છે જેમણે અગાઉથી પરણિત હોય તેવી મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા.

અનિલ કુંબલે
વિશ્વના સૌથી સફળ સ્પિનર્સમાં સામેલ એવા અનિલ કુંબલેએ 1999માં ચેતના સાથે લગ્ન કર્યા હતા. ચેતના ડિવોર્સી મહિલા હતી. આ ઉપરાંત તેને પ્રથમ પતિથી એક દીકરી પણ હતી.

મુરલી વિજય
મુરલી વિજય પોતાના જ સાથી ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની નિકિતાના પ્રેમમાં પડ્યો હતો. એવું કહેવાય છે કે, જ્યારે નિકિતા કાર્તિક સાથે લગ્ન બંધનમાં હતી ત્યારે જ તેનું મુરલી વિજય સાથે અફેર ચાલી રહ્યું હતું. જોકે એક અહેવાલના મતે દિનેશ કાર્તિકને આ અંગે જાણ થઈ જતા તેણે નિકિતા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. જે પછી નિકિતા અને મુરલી વિજયે લગ્નનો નિર્ણય કર્યો હતો.

વેંકટેશ પ્રસાદ
ભારતના પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદે વર્ષ 1996માં જયંતી સાથે લગ્ન કર્યા હતા. જયંતી સાથે પ્રસાદની મુલાકાત અનિલ કુંબલેએ કરાવી હતી. જયંતી પણ પરણિત હતી પરંતુ તેના ડિવોર્સ થઈ ચૂક્યા હતા.

મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ 2014માં હસીન જહાં સાથે નિકાહ કર્યા હતા. હસીન જહાં ડિવોર્સ મહિલા હતી. તેની એક દીકરી પણ હતી. જોકે મોહમ્મદ શમી અને હસીન જહાં ડિવોર્સ લઈ ચૂક્યા છે.

શિખર ધવન
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર શિખર ધવને ઓસ્ટ્રેલિયન બોક્સર આયશા સાથે લગ્ન કર્યા છે. આયશા ડિવોર્સી હતી. પ્રથમ લગ્નથી તેને 2 દીકરીઓ પણ હતી. શિખર અને આયશાની ઉંમરમાં 10 વર્ષનું અંતર પણ છે.

You cannot copy content of this page