Only Gujarat

International

વિમાનમાં ગરમી લાગી તો મહિલાએ કર્યું એવું કારનામું કર્યું કે જાણી તમારા શ્વાસ અદ્ધર થઈ જશે

વિમાન યાત્રા દરમિયાન એક મહિલાએ એવો કારનામો કર્યો કે તેની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી. ઘટના યુક્રેનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે એક વિમાન તુર્કીથી ઉડાન ભર્યા બાદ યુક્રેન એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં વિમાનમાં જ સવાર એક મહિલા મુસાફરે ફ્લાઇટનો ઇમરજન્સી દરવાજો ખોલ્યો અને જઇને તેના વિંગ પર ટહલવા લાગી. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઇ ફિલ્મનો સીન હોય.

ધ સનના રિપોર્ટ પ્રમાણે યુક્રેન ઇન્ટરનેશનલ એરલાયન્સે આ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે વિમાન PS6212 અંતાલ્યાથી કીવની એક મહિલા મુસાફરે ટર્મિનલ ડીના ગેટ 11ના નજીક રોકાયા બાદ વિમાનના ઇમરજન્સી એક્ઝિટને ખોલ્યું અને તેના વિંગ પર જઇને ટહલવા લાગી.

મહિલા તુર્કીના અંતાલ્યામાં વેકેશન મનાવી પરત ફરી રહી હતી. પરંતુ જ્યારે વિમાન યુક્રેનના કીવમાં લેન્ડ થયું તો તેણીને ગરમીનો અનુભવ થવા લાગ્યો ત્યારબાદ તે વિમાનના ઇમરજન્સી ગેટ ખોલી તેના વિંગ પર ટહલવા લાગી અને પછી ત્યાં જ બેસી ગઇ. મહિલાનો આ શોકિંગ કારનામા જોઇ બધા દંગ રહી ગયા.

આ ઘટના બાદ યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સ દ્વારા મહિલાને બ્લેકલિસ્ટ કરવામાં આવી. એટલે કે એક નિશ્ચિત સમય સુધી મહિલા આ એરલાયન્સના કોઇપણ વિમાનમાં સફર નહીં કરી શકે.

રિપોર્ટ પ્રમાણે એક વિમાન તુર્કીથી ઉડાન ભર્યા બાદ યુક્રેન એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં વિમાનમાં જ સવાર એક મહિલા મુસાફરે ફ્લાઇટનો ઇમરજન્સી દરવાજો ખોલ્યો અને જઇને તેના વિંગ પર ટહલવા લાગી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page