Only Gujarat

International

બાયસેક્સુયલ પાદરી મહિલાના અનેક છે દિવાના, જ્યાં જાય ત્યા લાગે છે લાઈનો

પરિવર્તન સંસારનો નિયમ છે. મનુષ્યથી માંડીને પૃથ્વીની દરેક વસ્તુ પરિવર્તનશીલ છે. કેટલાક પરિવર્તન તો એવા હોય છે કે, લોકો આ બદલાવ જોઇને દંગ રહી જાય છે. હવે જરા વિચારો વર્ષો સુધી જે મહિલા ચર્ચમાં લોકોને પરમાત્માને પામવાનો ઉપદેશ આપતી હોય તે જ મહિલા અચાનક ઓનલાઇન લોકોની સામે કપડાં ઉતારતી અને પૈસા કમાતી જોવા મળે તો આપ શું કહેશો?

ચર્ચમાં પાદરી રહી ચૂકેલી આ મહિલા હવે સ્ટ્રિપર બની ગઇ છે. આટલું જ નહીં તેમણે તેમનું એક પોર્ટલ પણ બનાવ્યું છે. જેના દ્વારા તે લાખો રૂપિયા કમાઇ રહી છે. મહિલાને તેમના સ્ટ્રિક્ટ પેરેન્ટસના લીધે પાદરી બનવું પડ્યું હતું. હાલ તે તેમની મરજી મુજબ જિંદગી જીવવાના અનુભવો લોકો સાથે શેર કરી રહી છે.નિકોલ મિશેલ આજે ઓનલાઇન તેમના હોટ ફોટો અને વીડિયો શેર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. ઓનલાઇન પ્લેટફોર્મ ઓન્લી ફેન્સ દ્વારા નિકોલ પ્રખ્યાત પણ થઇ ગઇ છે.

ખુદને બાયોસેક્સુઅલ બતાવનાર મિશેલે લોકોને તેમની લાઇફના ટ્રાન્સફોર્મશન વિશે જણાવ્યું. તેમણે ખુદ તેમની સ્ટોરી શેર કરતા જણાવ્યું કે, કેવી રીતે ચર્ચમાં સિસ્ટર બન્યાં બાદ તે હવે ફેમસ સ્ટ્રિપર બનીગઇ છે.

ન્યૂયોર્ક પોસ્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં નિકોલે જણાવ્યું કે, તેમને યંગ એઝથી ડાન્સનો ખૂબ જ શોખ હતો. તે ખૂબ જ બોલ્ડ પણ હતી જો કે પેરેન્ટસ ખૂબ જ સ્ટ્રીક્ટ હતા. તેમણે પહેલા લગ્ન કર્યાં. આ લગ્નથી તેમને ત્રણ સંતાન છે. જો કે તેમનું ઘર પરિવારમાં મન ન લાગ્યું ત્યાર બાદ તેમણે પોતાનું જીવન ચર્ચમાં જ સમર્પિત કરી દીધું. તેમ છતાં પણ તેમને શાંતિ ન મળી.

વર્ષ 2016માં તેમને અહેસાસ થયો કે, તે સ્ટ્રેટ નથી અને તેમની યુવતીઓમાં જ રૂચિ છે. આ બધાને કારણે ચર્ચમાં તેને લઇને હોબોળો મચી જાત તેના કારણે તેમણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. આખરે તેમણે તેમના પતિને ડિવોર્સ આપી દીધા અને ઓનલાઇન બોલ્ડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઇ ગઇ. નિકોલે ઓન્લી ફેન નામના પેઝ સાથે જોડાવવાનું નક્કી કર્યું. આ રીતે તે સ્ટ્રીપર બની ગઇ.

નિકોલે પહેલા યૂટ્યૂબ અને ઇન્સ્ટગ્રામ પર તેનો વીડિયો શેર કર્યાં. ત્યારબાદ તેમણે ઓન્લિ ફેન્સમાં તમનું અકાઉન્ટ બનાવ્યું. તેના દ્વારા આજે તે લાખો રૂપિયા કમાઇ રહી છે. નિકોલે તેમના ફર્સ્ટ ન્યૂડ ફોટો શૂટનો એક્સપીરિયન્સ શેર કરતા જણાવ્યું કે, તે સમયે તે એટલી ખુશ હતી કે ખુશીથી આંખમાં આંસુ આવી ગયા હતા.

 

You cannot copy content of this page