Only Gujarat

International TOP STORIES

2 વર્ષના નાના બાળકોને માસ્ક પહેરાવતાં પહેલા ચેતજો! થઈ શકે છે ગંભીર સમસ્યા

ટોકિયો કોવિડ 19ના સંક્રમણથી બચવા માટે માસ્ક જરૂરી છે. આખી દુનિયાના હેલ્થ નિષ્ણાંત એક સલાહ આપે છે કે, સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. આ સલાહને માનીને આજે તમામ લોકો સંક્રમણથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકડાઉન સંપૂર્ણ રીતે ખૂલ્યા બાદ સંક્રમણથી બચવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું એટલું સહેલું નથી. આ સ્થિતિમાં માસ્ક એક જ એક એવું સાધન છે જે આપને સંક્રમણથી રક્ષણ આપી શકે છે. જોકે જાપાનના એક્સપર્ટ આ મુદ્દે સ્પષ્ટતા કરતા ચેતવણી આપી છે કે, 2 વર્ષથી નાના બાળકોને માસ્ક પહેરાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેવી રીતે એ આપણે જાણીએ…

2 વર્ષના બાળકનો નાકથી માંડીને ફેફસા સુધીનો માર્ગ બહુ સાંકડો હોય છે. અમેરિકાના સીડીસી અને એકેડેમી ઓફ પીડિટયાટ્રિક્સે પણ નાના બાળકોને માસ્ક પહેરાવું નુકસાનનકારક ગણાવ્યું છે રિસર્ચમાં સામે આવ્યું છે કે માસ્ક પહેરવાથી કોરોનાને 90 ટકા સુધી રોકી શકાય છે. જો કે જાપાનના મેડિકલ ગ્રૂપ જાપાન પીડિયાાટ્રિક્સ એસોશિએશને આ મુદ્દે પેરેન્ટસને જરૂરી ચેતવણી આપી છે. જેમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે માસ્ક પહેરવું નુકસાનકારક હોવાનું જણાવવામાં આવ્યું છે.

શ્વાસ લેવામાં થઇ શકે છે તકલીફ
નાના બાળકોને માસ્ક પહેરાવાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘૂંટન ગભરામણ થાય છે. પીડિયાાટ્રિક્સ એસોશિએશને જણાવ્યાં મુજબ બાળકોમાં નાકથી ફેફસા સુધીનો માર્ગ સાંકડો હોય છે. આ સ્થિતિમાં બાળકને માસ્ક પહેરાવવાથીી તેને હૃદય પર પ્રેશર વધે છે.આ સાથે શરીરમા ગરમીનું પ્રમાણ વધી જતાં હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઉભું થઇ શકે છે.

અમેરીકી સંસ્થાઓએ પણ જણાવ્યું કે, બાળકો માટે માસ્ક હાનિકારક
યૂએસ કંન્ટ્રોલ ફોર ડીસીઝ કંન્ટ્રોલ (સીડીસી) અને અમેરિકા એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે પણ 2 વર્ષથી નાની ઉમંરના બાળકોને માસ્ક પહેરાવવું હાનિકારક ગણાવ્યું છે.

ઇમરજન્સી ફરી લાગી શકે છે : શિંજો આબે
લગભગ 2 મહિના બાદ જાપાનનના પ્રધાનમંત્રી શિંજો આબે દેશમાં સ્ટેટ ઇમરજન્સી હટાવી લીધી છે. જો કે તેમને નાગરિકોને એવી ચેતવણી આપી છે કે, જો સંક્રમણ ફરી વધશે તો ઇમરજન્સી ફરી વખત લગાવવવામાં આવશે.

25 મે 2020 સુધી જાપાનમાં સંક્રમણના 16,581 નવા કેસ નોંધાયા છે. જેમાં 31 નવા કેસ છે. 25 મે સુધી જાપાનનમાં કોરોનના વાયરસથી 830 લોકોના મોત થયા છે. જો કે, યૂએસ, ઇટલી. યૂકે. જર્મની, ઓસ્ટ્રેલિયાની તુલનામાં જાપાનમાં કોવિડ 19ના દર્દીની સંખ્યા ઘણી ઓછી છે.

You cannot copy content of this page