Only Gujarat

Bollywood

આ ડરને કારણે કરીનાએ ‘સિંઘમ’ને કિસ કરવાનો કર્યો હતો ચોખ્ખો ઈનકાર

મુંબઈ: કોરોનાના કારણે દુનિયાભરના લોકો દહેશતમાં છે. રોજ આ વાયરસની ચપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. ભારતમાં તો હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કહાની, કિસ્સા અને થ્રોબેક ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે કરીના કપૂર અને અજય દેવગણને લઈને એક જૂનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો બંનેની ઑન સ્ક્રીન કિસ સીનને લઈને છે. આવો જાણીએ શું છે આ કિસ્સો…

અજય દેવગણ અને કરીના કપૂરે એકસાથે કામ કર્યું હતું, જેમાં ‘ઓમકારા’, ‘સત્યાગ્રહ’, ‘ગોલમાલ’ સીરિઝ જેવી હિટ ફિલ્મો સામેલ છે. બંનેએ જેટલી ફિલ્મો કરી તે તમામ સુપરહિટ રહી. લોકોએ તેમની જોડીને ખૂબ જ પસંદ કરી. બંનેની સાત વર્ષ જૂની ફિલ્મને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે. 2013માં કરીના અને અજયે પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે એક લિપલૉક સીન ફિલ્માવવાનો હતો. પરંતુ કરીનાએ અજયને કિસ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

જેના પછી શું કારણ હતું, તેનો ખુલાસો સાત વર્ષ બાદ થયો હતો. એક મેગેઝીનના રિપોર્ટ પ્રમાણે, કરીનાના લગ્ન 2012માં સૈફ અલી ખાન સાથે થયા હતા. લગ્ન દરમિયાન તે પ્રકાશ ઝાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. કરીના નહોતી ઈચ્છતી કે આવા પ્રસંગે તે હીરો સાથે એવો કોઈ સીન કરે. આ જ ડરના કારણે તેણે આ નિર્ણય લીધો.

કરીનાએ સૈફના કારણે અજયને કિસ ન કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે કરીનાએ લગ્ન પહેલા લિપલૉક સીન કર્યો હતો, તેમાં ‘જબ વી મેટ’નો એક સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં કરીનાનો શાહીદ કપૂર સાથે કિસિંગ સીન હતો. ‘કમબખ્ત ઈશ્ક’માં તો કરીનાએ અક્ષયને 10 વાર કિસ કરી હતી. તો ‘કિ એન્ડ કા’માં અર્જુન કપૂર સાથે પણ કિસિંગ સીન આપ્યો હતો.

નોંધનીય છે કે ‘સિંઘમ 2’માં અજય સાથે કામ કરવામાં કરીનાને ખૂબ જ મુશ્કેલી પડી હતી. કરીનાની ફરિયાદ હતી કે અજય ખૂબ જ વધુ સિગરેટ પીવે છે અને તેની સાથે બેસવું મુશ્કેલ થઈ જાય છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, શૉટ દરમિયાન પણ તેઓ ધુમાડો ઉડાવતા હતા. તેની સાથે એક રૂમમાં ઉભા રહેવાનું મુશ્કેલ છે. અનેક વાર અમે જમતા હતા અને અજય સિગરેટ પીવાનું શરૂ કરી દેતા હતા.

હાલમાં કરીના કપૂર બીજીવાર પ્રેગનેન્સી પીરિયડ એન્જૉય કરી રહી છે. અહેવાલોનું માનીએ તો આવતા વર્ષે તે બાળકને જન્મ આપશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીનાને આમિર ખાન સાથે ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરવાનું છે. અહેવાલોનું માનીએ તો હાલ કરીનાને 25 દિવસનું શૂટિંગ કરવાનું બાકી છે.

હવે મેકર્સે નવો પ્લાન બનાવ્યો છે. ઈટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર કરીનાનો બેબી બંપ છુપાવવા માટે મેકર્સ કમ્પ્યૂટર ગ્રાફિક્સનો સહારો લેવાનું વિચારી રહ્યા છે. આ ફિલ્મ પહેલા ક્રિસમસના મોકા પર રિલીઝ થનારી ફિલ્મ હતી પરંતુ હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

You cannot copy content of this page