Only Gujarat

Bollywood

બીજવર પતિ કરતાં સાત વર્ષ નાની છે જૂહી ચાવલા, હવે પાક્કી ગુજરાતણ બનીને ચલાવે છે ઘર

મુંબઈઃ જૂહીનો જન્મ 13 નવેમ્બર, 1987ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર જૂહી ચાવલાની લવ સ્ટોરી પણ એકદમ ફિલ્મી છે. જૂહીએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જૂહી પતિ કરતાં સાત વર્ષ નાની છે.

જૂહી જ્યારે પહેલી જ વાર જય મહેતાને મળી ત્યારે તેમની પત્ની સુજાતા બિરલાનું નિધન થઈ ચૂક્યું હતું. એક પ્લેન ક્રેશમાં સુજાતાનું અવસાન થયું હતું.

ડિરેક્ટરે કરાવી હતી પહેલી મુલાકાતઃ 1992માં જૂહી ફિલ્મ ‘કારોબાર’નું શૂટિંગ કરતી હતી. ફિલ્મના ડિરેક્ટર રાકેશ રોશન તથા જય મહેતા ખાસ ફ્રેન્ડ છે. શૂટિંગ દરમિયાન રાકેશ રોશને જ જૂહી તથા જયની પહેલી મુલાકાત કરાવી હતી. શૂટિંગ દરમિયાન પછી જય મહેતા વારંવાર સેટ પર આવતા અને જૂહીને મળતા હતા. જોકે, શરૂઆતમાં બંનેને એકબીજામાં કોઈ રસ નહોતો. જોકે, જ્યારે જૂહીને ખબર પડી કે જય મહેતાની પહેલી પત્નીનું નિધન થયું છે તો તેને જય મહેતા પ્રત્યેનો વ્યવહાર બદલ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા બની હતી, જે અંતે પ્રેમમાં પલટાઈ હતી.

બંનેએ જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે જૂહી ચાવલાની માતાનું મોત કાર અકસ્માતમાં થયું હતું. આ ઘટના બાજ જૂહી પૂરી રીતે ભાંગી પડી હતી. તે લગ્ન અંગે કોઈ નિર્ણય લઈ શકે તેમ નહોતી. જૂહીને આ દુઃખમાંથી બહાર લાવવા માટે જય મહેતાએ ઘણી જ મદદ કરી હતી. અંતે 1995માં જૂહી તથા જયે લગ્ન કરી લીધા હતા. બંનેને બે સંતાનો દીકરી જાહન્વી તથા દીકરો અર્જુન છે. માનવામાં આવે છે કે બંને બાળકો પિતાની જેમ બિઝનેસમાં જ આગળ જવા માગે છે. તેઓ બોલિવૂડમાં કરિયર બનાવવા માગતા નથી.

જૂહીએ 1986માં ફિલ્મ ‘સલ્તનત’થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. બે વર્ષ બાદ ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’માં જૂહી તથા આમિર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મથી જૂહી રાતોરાત લોકપ્રિય બની હતી અને પછી તેણે અનેક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

મહેતા ગ્રુપના ઓનર છે જય મહેતાઃ જય મહેતા મલ્ટીનેશનલ કંપની મહેતા ગ્રુપના ઓનર છે. તેમને બે સિમેન્ટની કંપની છે. આટલું જ નહીં શાહરુખ ખાનની સાથે આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર પણ છે.

You cannot copy content of this page