Only Gujarat

International TOP STORIES

એકદમ રાહતના સમાચાર, કોરોનાની આ રસી છે એકદમ અસરકારક, બસ હવે તો જલદીથી મળશે વાયરસથી છુટકારો

ન્યૂયોર્કઃ સમગ્ર વિશ્વમાં વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. સંપૂર્ણ વિશ્વમાં આ વેક્સિનની રાહ જોવામાં આવી રહી છે. રશિયા અને ચીને વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યા બાદ ભારત, બ્રિટન, અમેરિકા સહિતના ઘણા દેશો વેક્સિન બનાવવાની નજીક છે. રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે, રશિયાની Sputnik V ‘સિવિલ સર્ક્યુલેશન’માં આવી ગઈ છે.

આ વેક્સિન હાલ ત્રીજા તબક્કાના ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. આ વેક્સિન અંગે સમગ્ર વિશ્વ શંકા કરી રહ્યું છે, તેથી વિશ્વના અન્ય દેશો આ વેક્સિન મામલે ખાસ રસ દાખવી રહ્યાં નથી. આ દરમિયાન અમેરિકાથી કોરોના વેક્સિન અંગે સારા સમાચાર સામે આવ્યા છે.

અમેરિકામાં ચાલી રહેલી વેક્સિનની ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ટ્રાયલમાં અમેરિકન વેક્સિન પ્રભાવશાળી જોવા મળી. હેલ્થ વેબસાઈટ medRxivની રિપોર્ટ અનુસાર, અમેરિકન કંપની જ્હોનસન એન્ડ જ્હોનસન દ્વારા બનાવવામાં આવેલી આ વેક્સિનના સારા પરિણામ સામે આવી રહ્યાં છે. એક અહેવાલ અનુસાર, વેક્સિનના સિંગલ ડોઝે કોરોના વાઈરસ વિરુદ્ધ મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ દેખાડ્યો છે.

વેબસાઈટ પર પબ્લિશ કરવામા આવેલી રિપોર્ટ અનુસાર, કોરોના વાઈરસ વિરુદ્ધ સંભવિત સુરક્ષિત વેક્સિનનો એક ડોઝ જ પુરતો છે. આ વેક્સિનને સુરક્ષિત ગણાવવામાં આવી છે. જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. અંતિમ તબક્કામાં પહોંચનારી આ અમેરિકાની ચોથી વેક્સિન છે.

2 દિવસ અગાઉ જ વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને વેક્સિન ટ્રાયલમાં ભાગ લેવાની અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે,‘જ્હોનસન એન્ડ જ્હોનસનની જાહેરાત અનુસાર વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. આ અમેરિકામાં આવી ચોથી વેક્સિન છે જે અંતિમ તબક્કામાં પહોંચી હોય.’

અમેરિકન રાષ્ટ્રપતિએ આ વર્ષના અંત સુધીમાં વેક્સિનના 100 કરોડ ડોઝ સમગ્ર અમેરિકામાં પહોંચાડવાનો વાયદો કર્યો છે. તેમણે 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી અગાઉ એક વેક્સિન આવી જવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે ડેમોક્રેટ્સ નેતાઓએ કહ્યું કે, આ જાહેરાત તેમની ચૂંટણીલક્ષી જાહેરાતોનો હિસ્સો હોઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page