Only Gujarat

National

ના ક્લાસિસ કે ના કોચિંગ સેન્ટર, આ રીતે IASની એક્ઝામ કરી પાસ

નવી દિલ્હીઃ અમિત શિંદેએ વર્ષ 2017માં યુપીએસસીની એક્ઝામ પાસ કરી હતી. આ વર્ષે તેઓ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટે પસંદગી પામ્યા છે. અમિતે એક્ઝામમાં ઓપ્શન સબ્જેક્ટ તરીકે એગ્રીકલ્ચર લીધો હતો. તેમનું માનવું છે કે આ વિષયમાં સારા ગુણ મળવાથી તેમની પસંદગી થઈ છે. જો તેમણે ઓપ્શનલ સબ્જેક્ટમાં સારો સ્કોર ના કર્યો હોત તો તેમની પસંદગી થવી મુશ્કેલ હતી. દિલ્હી નોલેજ ટ્રેકને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિતે કહ્યું હતું કે તેમણે એગ્રીકલ્ચર સબ્જેક્ટ માટે ખાસ તૈયારી કરી હતી.

લેન્થી પરંતુ સ્કોરિંગ સબ્જેક્ટઃ અમિતે કહ્યું હતું કે ખેતી વિષય બહુ જ લાંબો છે પરંતુ સ્કોરિંગ પણ એટલો છે. તૈયાર કરવો મુશ્કેલ છે, પરંતુ જો એક વાર તૈયારી થઈ જાય પછી કોઈ વાંધો આવતો નથી. તેમણે કહ્યું હતું કે ખેતીના સબ્જેક્ટ માટે તેમણે ક્યાંય કોચિંગ કે ટેસ્ટ સિરીઝ જોઈન કરી નહોતી. તેમણે ઓપ્શનલ સબ્જેક્ટની તૈયારી પોતાની રીતે જ કરી હતી.

નોટ્સ મેકિંગ મહત્વનું: અમિતે વધુમાં કહ્યું હતું કે આ વિષય બહુ જ લાંબો હોવાથી નોટ્સ બનાવવી જરૂરી છે. જો નોટ્સ બનાવેલી ના હોય તો રિવીઝન થઈ શકતું નથી. તેમણે તેમના એક મિત્રની સાથે મળીને નોટ્સ તૈયાર કરી હતી. શરૂઆતમાં નોટ્સ બનાવવી ઘણી જ મુશ્કેલ લાગી પરંતુ પછી વાંધો આવ્યો નહોતો.

પ્રેઝેન્ટેશન ગુણ વધારવામાં મદદ કરે છેઃ અમિત કહે છે કે આમ તો કોઈ પણ વિષયમાં જવાબનું પ્રેઝેન્ટેશન કેવી રીતે કરવામાં આવે છે, તે વાત મહત્વની છે. જોકે, વાત જ્યારે ખેતી વિષયની હોય ત્યારે તેમાં ખાસ કરીને ડાયગ્રામ્સ, ટેબલ્સ, ચાર્ટ વગેરે બાબતો ઉમેરવી જરૂરી છે. આ માટે ઘણી જ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ઘણીવાર આ વિષયના ટિપિકલ શબ્દો યાદ રહેતા નથી. આથી તે શબ્દો વારંવાર લખીને યાદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અનુભવઃ અમિતે છેલ્લે કહ્યું હતું કે ખેતીનો વિષય ત્યારે જ રખાય જ્યારે તમારું બેકગ્રાઉન્ડ એગ્રીકલ્ચર સાથે જોડાયેલું હોય. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આ જ સબ્જેક્ટમાં માસ્ટર કર્યું હતું.

You cannot copy content of this page