Only Gujarat

Sports

હાર્દિક પંડ્યાએ પહેર્યો એટલો મોંઘો શર્ટ કે એટલી કિંમતમાં આવી જાય એક મસ્ત સ્માર્ટ ફોન

મુંબઈઃ ક્રિકેટમાં સૌનું દિલ જીતી લેનાર હાર્દિક પંડ્યાને તો તમે ઓળખતા જ હશો. ઓલરાઉન્ડર પ્રદર્શન અને સ્ફોટક બેટિંગના કારણે હાર્દિક પંડ્યાની લોકપ્રિયતા ખૂબજ વધી ગઈ છે. એટલું જ નહીં, હટકે સ્ટાઇલના કારણે જ હાર્દિક પંડ્યા ક્રિકેટનો રણવીર સિંહ તરીકે પણ ઓળખાય છે. મોંઘાં-મોંઘાં કપડાં અને સ્ટાઇલિશ એસેસરીઝના કારણે હાર્દિક હંમેશાં ચર્ચામાં રહે છે. અમે આજે જણાવી રહ્યા છીએ હાર્દિક પંડ્યાના એક મોંઘા શર્ટ વિશે, જેની કિંમતમાં આપણા 40 સ્ટાઇલિશ શર્ટ આવી જાય.

તાજેતરમાં જ ઓલરાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં હાર્દિક પંડ્યાનો પોઝ જોઇને એમજ લાગે કે, તે કોઇ ચિંતામાં છે. આ ફોટોના કેપ્શનમાં હાર્દિકે લખ્યું છે, ‘ભગવાન ત્યાં છે’. જોકે એમ પણ શક્ય છે કે, આ ફોટો દ્વારા હાર્દિક પોઝિટિવ વાઇબ્સ મોકલવા ઇચ્છતા હોય, જેઓ પોતાની જાતને કોરોનાથી બચવા અત્યારે ઘરમાં કેદ છે. પરંતુ આ ફોટોમાં હાર્દિકે જે શર્ટ પહેર્યો છે, તેની કિંમત જાણીને ચોક્કસથી તમારા હોશ ઊડી જશે.

રીમૈગિનેટ સ્ટ્રીટ સ્ટાઇલ વાળો આ શર્ટ દુનિયાની મોંઘી બ્રાન્ડમાંથી એક ‘ઓફ-વ્હાઇટ’નો છે. શર્ટમાં એક અણીયારો કોલર, અડધી બાંય અને એક બાજુ બટન અને પાછળની તરફ એક નાનકડું લોગો ડિસ્ક્રિબ્શન અને સામેની બાજુ એક ઝરણાની પ્રિંટ છે.

હાર્દિક પંડ્યાના આ શર્ટની વાત કરવામાં આવે તો, તેની કિંમત 40000 રૂપિયાની આસપાસ હશે. આટલામાં તો આપણા 40 બ્રાન્ડેન્ડ શર્ટ આવી જાય.

હાર્દિક પંડ્યા જેમ-જેમ ક્રિકેટમાં નામ કમાતો જાય છે તેમ-તેમ તેની આવક પણ વધતી જાય છે. કમાણીની સાથે-સાથે તેના શોખ પણ વધતા જાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page