Only Gujarat

Bollywood

10 વર્ષથી ફિલ્મોથી દૂર છે ફરદીન, છતાં કરોડોની પ્રોપર્ટીનો માલિક, જીવે છે આવી લક્ઝરી લાઇફ

મુંબઇઃ ચોકલેટી બોયના નામથી ઓળખાતો ફરદીન ખાન 46 વર્ષનો થઇ ગયો છે. આઠ માર્ચ 1974ના રોજ ફરદીનનો જન્મ થયો હતો. ફરદીન ખાને 1998માં આવેલી ફિલ્મ ‘પ્રેમ અગન’થી કરિયરની શરૂઆત કરી હતી.જોકે, પોતાના 12 વર્ષના કરિયરમાં ફરદીન એક પણ સોલો હિટ ફિલ્મ આપી નથી. ફરદીન છેલ્લે 2010માં આવેલી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યો હતો. ફરદીન ભલે 10 વર્ષથી ફિલ્મોથી દૂર છે પરંતુ તેની લાઇફસ્ટાઇલમાં કોઇ ફેર પડ્યો નથી.

ફરદીન ખાન 296 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. વેબસાઇટ ધ રિચેસ્ટ અને સેલિબ્રિટી નેટવર્થના રિપોર્ટ અનુસાર, ફરદીન ખાન પાસે 40 મિલિયન ડોલર એટલે કે 296 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.  ફરદીન પાસે મુંબઇ સિવાય બેંગલુરુમાં પણ કરોડોની પ્રોપર્ટી છે. વાસ્તવમાં પિતાના મોત બાદ ફરદીન તેમના વારસાને સંભાળી રહ્યો છે.

ફરદીનના પિતા ફિરોઝ ખાન બેંગલુરુમાં 100 એકરથી વધુ જમીન ખરીદી હતી. ત્યાં તેનું એક ફાર્મહાઉસ પણ છે. જેમાં ઘોડા પણ છે. ફિરોઝ ખાન લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવવા જતા હતા. ફિરોઝ ખાનનું સપનું હતું કે તે અહી જમીન પર લોકોને રહેવા માટે ઘર બનાવશે.

ફિરોઝ ખાનના મોત બાદ તેમનો દીકરો ફરદીન ખાન પિતાનું સ્વપ્ન પુરુ કરી રહ્યો છે. ફરદીન ખાને ગોરદેજ પ્રોપર્ટીઝ સાથે મળીને એક મોટી ડીલ સાઇન કરી છે. આ ડીલમાં ફરદીન 12 એકરના પ્લોટ પર અનેક પોશ એપાર્ટમેન્ટ અને વિલા બનાવશે.

જેમાં કેટલુંક કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ડીલ 100 કરોડની હતી જેમાંથી થયેલ નફાનો 50 ટકા ભાગ ફરદીન ખાન અને તેની બહેન લૈલાને મળશે. બેંગલુરુ સિવાય મુંબઇમાં પણ ફરદીનની કરોડોની પ્રોપર્ટી છે.

ફરદીન ખાનને કારનો પણ શોખ છે. તેની પાસે મર્સિડ઼ીઝ બેન્ઝ એસ-500, ઓડી ક્યૂ 7 જેવી લક્ઝરી કાર છે. આ કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.

નોંધનીય છે કે જાન્યુઆરી 2013માં ફરદીન એ સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની મર્સિડીઝ બેન્ઝ એસ-500 જુહૂની એક હોટલના પાર્કિગમાં ચાર મહિનાથી ધૂળ ખાઇ રહી હતી..

ફરદીને એક્ટ્રેસ મુમતાજની દીકરી નતાશા સાથે ડિસેમ્બર 2005માં લગ્ન કર્યા હતા. ફરદીને નતાશાને આકાશમાં પ્રપોઝ કર્યું હતું.

ફરદીને એક્ટ્રેસ મુમતાજની દીકરી નતાશા સાથે ડિસેમ્બર 2005માં લગ્ન કર્યા હતા. ફરદીને નતાશાને આકાશમાં પ્રપોઝ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page