Only Gujarat

Bollywood

ગુજરાતી એક્ટર સામે પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, લગ્ન કરીને દાગીના પડાવ્યા

વિવિધ ગુજરાતી સિરિયલમાં કામ કરતા કલાકાર અને સિરિયલો પ્રોડયુસ કરતાં સોહન માસ્તર અને તેના પરિવારજનો દ્વારા દહેજ માટે અત્યાચાર ગુજારી વડોદરા ખાતેના પિયરમાં પરિણિતાને મુકી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. લગ્ન સમયે 45 તોલા સોનુ, કાર અને ચાંદીના દાગીના આપ્યા હોવા છતાંય ત્રાસ આપતાં હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.

હરણી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વી.આઇ.પી. રોડ પર રહેતી પરિણીતાએ જણાવ્યું છે કે, 28મી નવેમ્બર-2019ના રોજ લગ્ન કરવાનો નિર્ણય લેવાયો હતો. અમે સુરત ગયા ત્યારે મારા પતિએ મને કહ્યું હતું કે, મારી સિરિયલનું શુટિંગ ચાલે છે. જેથી લગ્નના ફોટા બહાર પાડી શકાય તેમ નથી. તું મારી પત્ની છે. તેવું પણ કોઇને જણાવવું નહીં. કારણકે તેના લીધે મારી સિરિયલ પર અસર પડશે. ત્યારબાદ તેઓ મને તાપી નદીના કિનારે મંદિરે દર્શન કરવાના બહાને લઇ જઇને લગ્ન ગોઠવી દીધા હતા. લગ્ન થયા પછી હું સાસરીમાં રહેવા માટે ગઇ હતી. મારા પતિએ રાતે મને કહ્યું કે, મારે શૂટિંગમાં જવાનું છે.

અને મને ગાડીમાં વી.આઇ.પી.રોડ પર ઉતારી અમદાવાદ જવાનું કહીને જતાં રહ્યા હતા. લગ્નમાં મારા પિતાએ 45 તોલા સોનું, કાર અને ચાંદીના દાગીના આપ્યા હતા. બે વર્ષથી પતિએ કોઈ સંપર્ક રાખ્યો નથી. પોલીસે ફરિયાદના આધારે પતિ સોહન રાજેન્દ્રભાઇ માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર (તમામ રે. રીવેરા ટાવર, અડાજણ, સુરત) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સોહન માસ્તરે સિરિયલ પર અસર પડશે કહી લગ્નના ફોટા ન લેવા દીધા

વડોદરા | પરિણિતાએ આક્ષેપ કર્યો હતો કે ‘સોહને પ્રથમ લગ્ન છુપાવ્યા હતા, અગાઉ તેના લગ્ન અમદાવાદની યુવતી સાથે લગ્ન થયા હતા. તેને અત્યાચાર કરીને તેને કાઢી મુકી હતી, આ વાત ખુદ સોહને કરી હોવાની વાતનો દાવો પરિણિતાએ કર્યો હતો.પરિણિતાએ તેણે કરેલી ફરિયાદમાં આરોપ મુકયો છે કે ‘સોહન નદી કિનારે મંદિરમાં લઇ ગયો હતો જયાં લગ્નની પહેલેથી જ તૈયારી કરી હતી. લગ્ન સમયે તેણે પ્રસંગના એકેય ફોટા લેવા દીધા ન હતા, આ અંગે તેણે મને એવું કહ્યું હતું કે ફોટા જાહેર થઇ જાય તો મારા સિરીયલના કામ ઉપર તેની અસર થાય.

પત્નીને કોઈને ના મળાવી, 2 વર્ષ ફોનનો જવાબ ના આપ્યો

મારા પતિએ લગ્નના બે વર્ષ સુધી મારી સાથે કોઇ સંબંધ રાખ્યો નહતો. તેઓ મને કોઇ સગા-સંબંધીઓના ઘરે પણ લઇ જતા નહતા. મારા પતિ મને મારઝૂડ કરી હેરાન કરતા હતા. મને પ્રેગનન્સી રહેતા તેઓ મને મારા પિતાના ઘરે છોડી ગયા હતા. હું છેલ્લા બે વર્ષથી પિયરમાં રહું છું. મેં અવાર-નવાર તેઓને ફોન કર્યા હતા. પરંતુ, તેઓ કોઇ જવાબ આપતા નથી.

આરોપો ખોટા છે, માનહાનિનો કેસ કરીશ – સોહન માસ્તર

પરિણિતાએ શહેરના હરણી પોલીસ મથકે સોહન માસ્તર સહિત સાસરીયા સામે ફરિયાદ કરી હતી. આ સંબંધમાં સોહન માસ્ટરે જણાવ્યું હતું કે ‘તેમને ત્રણ વર્ષથી અમે બોલાવીએ છે પણ તેઓ આવતાં નથી. જેથી અમે તેમને નોટીસ મોકલેલી છે તેથી તેઓએ ફરિયાદ દાખલ કરાવી છે, મારી સામેના આક્ષેપો સદંતર ખોટાં છે. હું હવે તેમની સામે માનહાનીનો કેસ કરીશ.

You cannot copy content of this page