Only Gujarat

FEATURED National

1 જાન્યુઆરી 2021 પહેલાં કાર કે ટુ વ્હીલર ખરીદવા હોય તો ખરીદી લો નહીં ભાવમાં થશે વધારો!

વર્ષ 2020નો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે ત્યારે 11 દિવસ બાદ નવા વર્ષની એટલે 2021ની શરૂઆત થશે. કોરોના કાળમાં 2020 તો પૂર્ણ થઈ ગયું પણ શું વર્ષ 2021માં પણ કોરોના જતો રહેશે કે નહીં. ત્યારે કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2021 ઘણાં નિયમોમાં ફેરફાર કરી રહી છે. જેમ કે, સમગ્ર દેશમાં ફોર વ્હીલર વ્હિકલમાં FasTag ફરજીયાત, પોઝિટિવ પે પદ્ધતિ, નાના વેપારીઓ માટે જીએસટી ફાઈલિંગમાં ફેરફાર સહિતના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર નવા 8 નિયમોમાં ફેરફાર કરી રહી છે તે કયા છે તેની પર એક નજર કરીએ…..

1) તમામ કાર્સમાં FasTag ફરજિયાત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે 1 જાન્યુઆરી 2021થી તમામ ફોર-વ્હીલ વાહનો માટે FAS Tag ફરજિયાત કરવાની સૂચના જાહેર કરી છે. મહત્વની વાત એ છે કે, 1 ડિસેમ્બર 2017 પહેલાં વેચાયેલા વાહનો (ફોર-વ્હીલ) અથવા એમ એન્ડ એન કેટેગરીના વાહનો માટે FASTag ફરજિયાત રહેશે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ 1989માં સુધારો કરવામાં આવ્યો છે.

2) ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમમાં બદલાવ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ 1 જાન્યુઆરી, 2021થી ચેક દ્વારા ચૂકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay system) લાવવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈએ ચેક પેમેન્ટમાં થતી છેતરપિંડી અટકાવવાનાં માટે આ નિર્ણય લીધો છે. આ નવા નિયમના અમલ થયા બાદ રૂપિયા 50,000થી વધુના ચેક દ્વારા ચૂકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે. આવી સ્થિતિમાં ચેકની ચૂકવણી સમયે ચેક જારી કરનાર પાસેથી ફરીથી વિગતોની પુષ્ટિ કરવામાં આવશે. ચેક આપનારને ચેક નંબર, ચેક ડેટ, ચૂકવેલ એકાઉન્ટ નંબર, રકમ, વગેરે જેવી બધી માહિતી આપવાની રહેશે.

3) કોન્ટેક્ટલેસ કાર્ડથી ટ્રાન્ઝેક્શનની લિમિટ વધશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં વધારો કર્યો છે જેમાં રૂપિયા 2,000થી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે. આ નવી મર્યાદા 1 જાન્યુઆરી 2021થી અમલમાં આવશે.

4) ત્રિમાસિક આધાર પર GST રિટર્ન ફાઈલ કરવાની વ્યવસ્થા
1 જાન્યુઆરીથી અંદાજે 94 લાખ નાના વેપારીઓને ત્રિમાસિક GST રીટર્ન ફાઈલ કરવાની સુવિધા મળશે. નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા નિયમ હેઠળ એવા વ્યવસાયો કે જેનું ટર્નઓવર 5 કરોડ સુધી છે. તેમને દર મહિને રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી. તેમણે એક વર્ષમાં ફક્ત 4 જીએસટી રીટર્ન ફાઈલ કરવાના રહેશે. એટલે કે 12 મહિનામાં 4 વખત જ રિટર્ન ફાઇલ કરવું પડશે.

5) લેન્ડલાઈન ફોનથી મોબાઈલમાં કોલ કરવા લગાવવો પડશે શૂન્ય
ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે લેન્ડલાઈન પરથી મોબાઈલ કોલ કરવા માટે શૂન્ય લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમ 15 જાન્યુઆરી 2021થી અમલમાં આવશે. આ માટે ટેલિકોમ વિભાગે નવી સિસ્ટમના અમલ માટે જાન્યુઆરી 1 સુધીમાં વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

6) ઘણાં સ્માર્ટફોન પર બંદ થઈ જશે WhatsApp
1 જાન્યુઆરી 2020થી ઘણા સ્માર્ટફોન પરથી WhatsApp સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. વોટ્સએપ પેજે જણાવ્યું છે કે, તે આ ડિવાઈસિસમાં સપોર્ટ કરશેઃ OS 4.0.3થી નવા એન્ડ્રોઈડ, iOS 9થી અને નવા આઈફોન્સ, KaiOS 2.5.1થી શરૂ કરીને અને સિલેક્ટેડેટ ફોન્સ અને જિયો ફોન ટુ સામેલ છે.

7) નવા વર્ષથી વધી જશે કારની કિંમત
ઓટોમેકર્સ નવા ભાવ સાથે વર્ષ 2021 એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યાં છે. ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી આવતાં મહિનાથી એટલે 2021થી તેના મોડેલોની કિંમતોમાં વધારો કરવાનું શરૂ કરશે. આ વધારો મોડેલથી મોડેલ સુધી બદલાશે. એમજી મોટરે પણ જાહેરાત કરી છે કે, તે આવતાં વર્ષે ભારતમાં કારની કિંમતોમાં વધારો કરશે. કંપનીનું કહેવું છે કે ઈનપુટ ખર્ચમાં વધારો થતાં કિંમતોમાં 3%નો વધારો થશે. આ સાથે જ રેનોલ્ટ ઈન્ડિયાએ પણ આવતાં વર્ષે કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

8) ટુ-વ્હીલરની કિંમત પણ વધશે
ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પએ જાહેરાત કરી છે કે, તે વધતાં ઈનપુટ ખર્ચની અસરને ઘટાડવા માટે 1 જાન્યુઆરી 2021થી તેના વાહનોના ભાવમાં 1,500 રૂપિયા સુધીનો વધારો કરશે.

You cannot copy content of this page