Only Gujarat

International TOP STORIES

આ લક્ષણો દેખાય તો તમને હોઈ શકે છે કોરોના? US હેલ્થ એજન્સીએ જણાવ્યા છ નવા લક્ષણો

કોરોના વાયરસ એ વિશ્વનો પ્રથમ વાયરસ છે, જેના વિશે સંશોધન ધીમે ધીમે ખોટું સાબિત થઈ રહ્યું છે. કોરોના વિશે હજી સુધી કોઈની પાસે સચોટ માહિતી નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે કોરોના સમય સાથે તેનું સ્વરૂપ બદલી રહ્યો છે અને તેના લક્ષણો પણ બદલાઇ રહ્યા છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં કોરોના ટાઇપ-એ અને ટાઇપ-બી બંને ફેલાયા છે, તેથી જ તેમાં સૌથી વધુ મોત નીપજ્યાં છે, જ્યારે ભારતીય દર્દીઓએ અત્યાર સુધીમાં 17થી વધુ દેશોના વાયરસ મળી ચૂક્યા છે. વાયરસનાં પાંચ મ્યૂટેશન એટલેકે આનુવંશિક પરિવર્તન પણ મળ્યાં છે.

હજી સુધી કોરોના વાયરસના લક્ષણોમાં તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો શામેલ હતા, પરંતુ હવે છ નવા લક્ષણો પણ બહાર આવ્યા છે. યુ.એસ.ની હેલ્થ પ્રોટેક્શન એજન્સી સેન્ટર્સ ઓફર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, એટલે કે સીડીસી,એ કોરોના વાયરસના છ નવા લક્ષણો દર્શાવ્યા છે, જેમાં ઠંડી લાગવી, ઠંડી સાથે ધ્રુજારી, માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને કોઈ સ્વાદ / ગંધની પરખ ન થવી આ બધાનો સમાવેશ થાય છે. આ છ લક્ષણો બહાર આવ્યા બાદ કોરોના વાયરસના કુલ નવ લક્ષણો થયા છે. આવી સ્થિતિમાં, જો તમને આમાંના કોઈપણ લક્ષણો છે, તો તમને કોરોનાનો ચેપ લાગી શકે છે.

કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ થાય છે, જેમાં હળવા તાવથી લઈને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કોરોના વાયરસના લક્ષણો સામાન્ય રીતે 2-14 દિવસ પછી દેખાય છે. અભ્યાસ મુજબ, વ્યક્તિ લક્ષણો દર્શાવતા પહેલા જ સૌથી વધુ ચેપી થઈ જાય છે, કારણ કે લક્ષણો દેખાયા પછી, તેની સારવાર શરૂ થઈ જાય છે.

સીડીસી મુજબ, જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, છાતીમાં દુખાવો હોય છે અથવા હોઠ કે ચહેરા પર સતત પીડા થાય છે અથવા ભારેપણું અથવા મૂંઝવણ અનુભવાય છે, તો તરત જ ડોક્ટરને મળો.

કોરોના વાયરસના નવ લક્ષણો ક્યાં-ક્યાં છે?

  • 1) તાવ
  • 2) ખાસી
  • 3) શ્વાસ લેવામાં તકલીફ
  • 4) ઠંડી લાગવી
  • 5) ઠંડીની સાથે શરીરમાં વારંવાર ધ્રૂજારી આવવી
  • 6) માંસપેશીઓમાં દુઃખાવો
  • 7) માથામાં દુખવું
  • 8) ગળામાં ખારાશ
  • 9) સ્વાદ/ગંધનો અનુભવ ના થવો
Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page