Only Gujarat

Bollywood

ભારતના પહેલાં સુપરસ્ટાર હતાં રાજેશ ખન્ના, આજ સુધી નથી તુટ્યો તેમનો આ રેકોર્ડ

મુંબઈઃ આમ તો, બોલિવૂડમાં અત્યાર સુધી અનેક સ્ટાર છે પણ, રાજેશ ખન્ના જેવું સ્ટારડમ ભાગ્યે આજ સુધી કોઈ સ્ટારનું હશે. રાજેશ ખન્નાનું કરિયર આજે પણ અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. રાજેશ ખન્નાએ બોલિવૂડને નવી પરિભાષા આપી હતી. તો અમે તમને જણાવીએ કે, રાજેશ ખન્નાનું કરિયર કેવી રીતે શરૂ થયું.

1965માં ફિલ્મફેર અને યૂનાઇટેડ પ્રોડ્યુશર દ્વારા કરવામાં આવેલાં એક ટેલેન્ટ હંટ શૉ દ્વારા રાજેશ ખન્નાને સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં. આ તે જમાનાની વાત છે, જ્યારે ભારતમાં ટેલીવિઝન પોપ્યુલર નહોતું અને રિયાલિટી શૉ તો દૂરની વાત છે.

રાજેશ ખન્નાનું સાચુ નામ જતિન ખન્ના હતું. તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી તે પહેલાં નામ બદલ્યું હતું. રાજેશ ખન્નાના અંકલે આવું કરવાની સલાહ આપી હતી. આગળ જતાં રાજેશ એક મોટા સ્ટાર બન્યા અને તેમનું નામ ઘરે-ઘરે જાણીતું થયું. 80નાં દશકમાં અનેક લોકો રાજેશ ખન્નાના નામ પર પોતાના બાળકોના નામ પણ રાખતાં હતાં.

રાજેશ ખન્ના બૉલિવૂડના પહેલાં સુપરસ્ટાર હતાં. તે પહેલાં એવાં એક્ટર હતા કે, તેમની ફિલ્મ ‘આરાધના’ બ્લોકબસ્ટર હિટ થતાં રાજેશ ખન્નાને સુપરસ્ટાર નામ આપવામાં આવ્યું હતું. ક્રિટિક્સે તેમને ભારતીય સિનેમાના પહેલાં સુપરસ્ટાર ગણાવ્યાં હતાં.

રાજેશ ખન્નાએ વર્ષ 1966માં તેમનું બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘આખરી ખત’થી કર્યું હતું. આ પહેલી ભારતીય ફિલ્મ હતી, જેને 1967માં ઓસ્કારમાં એન્ટ્રી મળી હતી. ત્રણ દશકથી વધારેના કરિયરમાં રાજેશ ખન્નાએ માત્ર 22 મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યારે તેમને સોલો હીરો તરીકે 100થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

રાજેશ ખન્ના ભારતના પહેલાં એક માત્ર સ્ટાર હતાં, જેમણે એક પછી એક સતત 15 સોલો હિટ ફિલ્મો આપી હતી. વર્ષ 1969થી 1971માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સુપરહિટ રહી હતી. રાજેશ ખન્નાના આ રેકોર્ડને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રાજેશ ખન્ના ભારતના સૌથી સફળ એક્ટરમાંથી એક છે.

જ્યારે રાજેશ ખન્ના તેમના કરીયરના ટોચ પર હતાં ત્યારે બોમ્બે યૂનિવર્સિટીમાં તેમના પર નિબંધ ભણાવવામાં આવતો હતો. આ નિબંધનું નામ ‘The Charisma of Rajesh Khanna’ હતું. એટલું જ નહીં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBCએ તેમના પર ફિલ્મ પણ બનાવી હતી, જેનું નામ Bombay Superstar in 1974 હતું.

127 ફિલ્મો (117 રિલીઝ અને 11 જે ક્યારેય રિલીઝ થઈ નહીં)માં રાજેશ ખન્નાએ લીડ રોલ પ્લે કર્યો હતો, જેમાંથી 82 ફિલ્મને ક્રિટિક્સે વખાણી હતી. તે સમયના ક્રિટિક્સે આ ફિલ્મોને 5માંથી 4 કે તેથી વધુ રેટિંગ્સ આપી હતી.

રાજેશ ખન્નાએ તેમના કરિયરમાં લગભગ 168 ફીચર ફિલ્મો અને 12 શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1970થી 1987 સુધી તે બૉલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર હતા. વર્ષ 1980થી 1987 સુધી અમિતાભ બચ્ચને આ ટેગ તેમની સાથે શેર કર્યું હતું.

રાજેશ ખન્નાને તેમના કરિયરમાં અનેક એવોર્ડ્સ મળ્યા હતાં. જેમાં ફિલ્મફેર બેસ્ટ એક્ટર ત્રણ એવોર્ડ અને BFJA Awards for Best Actor (Hindi)ના ચાર એવોર્ડ સામેલ છે. રાજેશ ખન્નાએ તેમના કરિયરના 26 વર્ષ પૂરા કરતાં તેમને ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2005માં ફિલ્મફેરના 50 વર્ષ પૂરા થતાં રાજેશ ખન્નાને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાજેશ ખન્નાને તેમના આખા કરિયરમાં ફેન્સનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. જ્યાં કેટલાક લોકો તેમના કામને પ્રેમ કરતાં હતાં તો કેટલીક ફીમેલ ફેન્સ જીવ આપી દેતી હતી.

રાજેશ ખન્ના બહાર જતાં હતાં, ત્યારે ફેન્સ તેમને ઘેરી લેતાં હતાં. રાજેશ ખન્નાની ગાડી પર અનેકવાર લિપસ્ટિકના નિશાન રહેતાં હતાં. છોકરીઓ રાજેશ ખન્નાને લોહીથી લખેલાં લેટર મોકલતી હતી અને કેટલીક છોકરીઓએ તો તેમના ફોટો સાથે લગ્ન કરી લીધા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page