Only Gujarat

Bollywood

રાની મુખર્જી છે કરન જોહરની ભાભી, જાણો બોલિવૂડમાં કોણ છે કોનું સગું?

મુંબઈઃ તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેમિલી ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમે તમને જણાવીશું કે મોટાભાગના બોલીવુડ સેલેબ્સ એકબીજાના સંબંધી છે. કરીના કપૂર અને અમિતાભ બચ્ચન હોય કે રણવીર સિંહ અને સોનમ કપૂર. આમ તો અજય દેવગણ અને રાની મુખર્જી વચ્ચે સાળી-બનેવીના સંબંધ છે. હાલ, લૉકડાઉનના કારણે તમામ સેલેબ્સ ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન અને કપૂર પરિવાર એકબીજાના સંબંધી છે. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાના લગ્ન દેશના મોટા ઉદ્યોગપતિ નિખીલ નંદા સાથે થયા છે. નિખીલ નંદા સ્વ. રાજકપૂરની દીકરી રિતુ નંદાના દીકરા છે. નિખીલ સંબંધમાં કરીના અને કરિશ્મા કપૂરના ભાઈ છે, એટલે બિગ બીની દીકરી શ્વેતા તેમની ભાભી છે.

સંજય દત્તની બહેન નમ્રતા દત્ત વિતેલા જમાનાના જ્યુબલી સ્ટાર રાજેન્દ્રના દીકરા કુમાર ગૌરવના પત્ની છે. સંજય-કુમાર સાળો-બનેવી છે.

આવી જ રીતે કાજોલ નૂતનની ભત્રીજી છે અને એક્ટર મોહનીશ બહલની બહેન પણ. મોહનીશ બહલ નૂતનના દીકરા છે. કાજોલ અને રાની પિતરાઈ બહેનો છે.

કરણ જોહર જાણીતા નિર્માતા આદિત્ય ચોપરાના ફોઈ હીરુ જોહરના દીકરા છે. આ હિસાબે આદિત્યની પત્ની રાની મુખર્જી, કરણની ભાભી છે.

વિતેલા જમાનાની અભિનેત્રી સાધના અને બબીતા કાકા-બાપાની બહેનો છે, બંનેના પિતા સગા ભાઈ હતા. આ હિસાબે કરીના અને કરિશ્મા, સાધનાની ભાણેજ થતી હતી.

સોનમ કપૂર અને રણવીર સિંહ સંબંધમાં ભાઈ- બહેન છે. રણવીરની દાદી અને સોનમ કપૂરની નાની બહેનો છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે ફરહાન, ઝોયા અખ્તર અને ફરાહ-સાજિદની માતાઓ સગી બહેનો છે, જેથી તેઓ પિતરાઈ ભાઈ-બહેન છે.

આલિયા ભટ્ટ અને ઈમરાન હાશ્મી પણ ભાઈ-બહેન છે. આલિયાના પિતા મહેશ ભટ્ટ એક્ટર ઈમરાન હાશ્મીના મામા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page